'રાજ' બાદ વધુ એક હૉરર મૂવીને બૉલીવુડમાં એન્ટ્રી, વિક્રમ ભટ્ટની 'જુદા હોકે ભી'નુ ટ્રેલર રિલીઝ.........
હિન્દી ફિલ્મ સમીક્ષક તુરણ આદર્શે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કર્યુ છે. આ ફિલ્મના ટ્રેલરમાં તમે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ દેખાશે.
Judaa Hoke Bhi Trailer: હિન્દી સિનેમાં જગતમાં હૉરર ફિલ્મ વિશે જો વાત કરવામાં આવે તો અને તેમાં જાણીતા ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ (Vikram Bhatt) નુ નામ સામેલ ના હોય તો વાત બને નહીં. ખરેખરમાં બૉલીવુડમાં રાજ જેવી બેસ્ટ હૉરર ફિલ્મ વિક્રમ ભટ્ટ દ્વારા જ ડાયરેક્ટર કરવામાં આવી છે, હવે આ બધાની વચ્ચે વધુ એક હૉરર ફિલ્મ વિક્રમ ભટ્ટ લઇને આવી રહ્યાં છે. વિક્રમ ભટ્ટે પોતાની અપકમિંગ ફિલ્મ જુદા હૌકે ભી (Judaa Hoke Bhi Trailer) નુ ડરભર્યુ ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. જુઓ........
જુદા હૌકે ભી નું ટ્રેલર થયુ રિલીઝ -
બૉક્સ ઓફિસ પર છેલ્લા લાંબા સમયથી કોઇ હૉરર ફિલ્મ આવી નથી. આવામાં આ જવાબદારી હિન્દી ફિલ્મ નિર્દેશક વિક્રમ ભટ્ટે પોતાના ખભે લીધી છે. આ કડીમાં તેમને પોતાની અપકમિંગ ફિલ્મ જુદા હૌકે ભીનુ ટ્રેલર રિલીઝ કરી દીધુ છે.
હિન્દી ફિલ્મ સમીક્ષક તુરણ આદર્શે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કર્યુ છે. આ ફિલ્મના ટ્રેલરમાં તમે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ દેખાશે. આમાં ભયજનક સીન્સ અને ભૂતિયા રહસ્યોની વચ્ચે આખુ ટ્રેલર દર્શાવવામાં આવ્યુ છે. સાથે પ્રેમ અને ભૂત વચ્ચેનો સિલસિલો પણ ટ્રેલરમાં સ્પષ્ટ રીતે દેખી શકાય છે.
View this post on Instagram
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ -
જુદા હૌકે ભીનુ ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યુ છે. હવે ફિલ્મ આગામી મહિનાની 15 તારીખે સિનેમાઘરોમાં એન્ટ્રી કરશે.આ ફિલ્મમાં બૉલીવુડ એક્ટર અક્ષય ઓબેરૉય (Akshay Oberoi) લીડ રૉલમાં છે. વળી બીજુબાજુ એન્દ્રિતા રે (Aindrita Ray) પણ જુદા હૌકે ભીમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.
આ પણ વાંચો.....
Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો
India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ