Tunisha Sharma Death: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ કરી આત્મહત્યા, શૂટિંગ દરમિયાન લગાવી ફાંસી
તુનિષાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું
Tunisha Sharma Died By Suicide: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, તુનિષા ચાના બ્રેક દરમિયાન ટોઇલેટમાં ગઈ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી તો દરવાજો તોડવામાં આવ્યો હતો. તુનિષાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તેમને તુનિષા શર્માની આત્મહત્યાની માહિતી મળી છે પોલીસ ઘટનાસ્થળે જઈ રહી છે. તુનિષા શર્માએ ટીવી સીરિયલ અલી બાબા દાસ્તાન-એ-કાબૂલ અને ફિલ્મ ફિતુરમાં કામ કર્યું છે.
Maharashtra | TV actress Tunisha Sharma committed suicide by hanging herself on the set of a TV serial. She was taken to a hospital where she was declared brought dead: Waliv Police
— ANI (@ANI) December 24, 2022
તુનિષા શર્મા માત્ર 20 વર્ષની હતી. મળતી માહિતી મુજબ તે અલીબાબા સિરિયલનું શૂટિંગ કરી રહી હતી. તેણે થોડા કલાકો પહેલા જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સેટ પર મેક-અપ કરતી અને ત્યાં હાજર લોકો સાથે વાત કરતી જોવા મળી હતી. તુનિષા શર્માએ તેની કારકિર્દીની શરૂઆત ઐતિહાસિક શો ભારત કા વીર પુત્રઃ મહારાણા પ્રતાપથી કરી હતી. આ સિવાય તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પૂછવાલા, શેર-એ-પંજાબ: મહારાજ રણજીત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં કામ કર્યું હતું.
તુનિષા શર્માએ ઘણી લોકપ્રિય સિરિયલો અને ફિલ્મોમાં કામ કરીને નાની ઉંમરમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી. તુનિષાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તુનિષા શર્મા એક્ટર શિવિન નારંગ સાથે એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહી હતી. તુનિષા કેટરીના કૈફ-વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓની ફિલ્મોમાં પણ જોવા મળી હતી. આખરે એવું તો શું કારણ હશે કે તુનિષાએ અચાનક આટલું મોટું પગલું ભરવું પડ્યું હતું.
કેટરીના કૈફ સાથે કામ કર્યું
તુનિષા શર્મા ફિતુર અને બાર બાર દેખો જેવી ફિલ્મોમાં કેટરિના કૈફની નાની બહેન તરીકે લોકોની નજરમાં આવી હતી. આ સાથે તે વિદ્યા બાલનની ફિલ્મ કહાની 2માં જોવા મળી હતી.