Upcoming Movie: સલમાન અને શાહરૂખ ખાન ફરી સાથે, આ મોટી ફિલ્મમાં બન્ને એક્શન સીન કરતા દેખાશે, જાણો વિગતે
ભારતના સૌથી મોટા પ્રૉડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સના હેડ આદિત્ય ચોપડા (Aditya Chopra) સ્પાય યૂનિવર્સના પોતાના કૉન્સેપ્ટની સાથે સૌથી મોટી ઇન્ડિયન ફ્રેન્ચાઇઝી બનાવી રહ્યા છે.
Shah Rukh Khan in Salman Khan Tiger 3: સલમાન ખાન અને શાહરૂખ ખાન ફરી એકવાર ફિલ્મોમાં સાથે દેખાશે, રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન અને કેટરીના કૈફની મચ અવેટેડ ફિલ્મ 'ટાઇગર 3' બહુ જલદી આવી રહી છે. ફેન્સ પણ આ ફિલ્મને લઇને ઉત્સાહિત છે. ફિલ્મ લગભગ આગામી વર્ષે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન અને શાહરૂખ ખાન એકસાથે એક્સન સિક્વન્સ સીન કરતા દેખાશે. આ ફિલ્મને હિન્દી, ઉપરાંત તામિલ, તેલુગુમાં પણ રિલીઝ કરાશે, વળી, સમાચાર છે કે, બન્ને ફિલ્મમાં શાનદાર સીનમાં કામ કરશે.
ખરેખરમાં, ભારતના સૌથી મોટા પ્રૉડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સના હેડ આદિત્ય ચોપડા (Aditya Chopra) સ્પાય યૂનિવર્સના પોતાના કૉન્સેપ્ટની સાથે સૌથી મોટી ઇન્ડિયન ફ્રેન્ચાઇઝી બનાવી રહ્યા છે. આ કૉન્સેપ્ટ એક્શનથી ભરપુર ડૉઝ આપશે. ‘પઠાણ’, ‘ટાઇગર’ અને ‘વૉર’ આ ત્રણેય ફિલ્મો આ સ્પાય યૂનિવર્સના ત્રણેય જરૂરી પાર્ટ છે. આવામાં એ વાત કન્ફોર્મ થઇ ચૂકી છે કે સલમાન ખાન ‘ટાઇગર’ ના રૂપમાં ‘પઠાણ’માં દેખાશે, વળી પિન્ક વિલાના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન પણ હવે ‘ટાઇગર 3’માં એક માઇન્ડ બૉગલિંગ સિક્વન્સમાં દેખાશે.
પઠાણના રિલીઝ બાદ શાહરૂખ ખાન ટાઇગર 3નુ શૂટિંગ કરશે -
પિન્કવિલાના રિપોર્ટ અનુસાર, એક ટૉપ સૉર્સ પાસેથી જાણકારી મળી છે કે, પઠાણની રિલીઝ બાદ તરતજ શાહરૂખ ખાન ટાઇગર 3 માટે શૂટિંગ કરશે. આ રીતે ટાઇગર ફ્રેન્ચાઇઝીમાં તેની હાજરી કન્ફોર્મ થઇ ગઇ છે. વળી આદિત્ય ચોપડાના સ્પાય યૂનિવર્સમાં SRK, સલમાન અને ઋત્વિકના રસ્તે સ્પાય યૂનિવર્સના ગ્રાન્ડ ફિનાલેના નિર્માણ સુધી સતત ટકરાતી રહેશે. જ્યાં સલમાન ખાન પઠાણમાં દેખાશે, તો હવે શાહરૂખ ખાન ટાઇગર 3માં દેખાશે. પઠાણ 25 જાન્યુઆરી, 2023એ રિલીઝ થશે, ત્યારબાદ આના રોમાંચક ભાગને શૂટ કરવા માટે એક શૂટિંગ શિડ્યૂલનુ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
Pathaan Teaser: શું સલમાન, રણબીર અને ઋતિકની ફિલ્મોની કોપી છે ‘પઠાન’નું ટીઝર? વાયરલ થયા ફોટો
Shah Rukh Khan Film Pathaan Teaser: શાહરૂખે તેના 57માં જન્મદિવસના અવસર પર 2 નવેમ્બરના રોજ સવારે 'પઠાણ'નું ટીઝર રિલીઝ કર્યું હતું. 'પઠાન'ના ટીઝરમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળ્યો હતો. ત્રણેય એક્ટર વિસ્ફોટક એક્શન કરતા જોવા મળ્યા, ખાસ કરીને શાહરૂખનો એક્શન અવતાર તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
જ્યાં એક તરફ 'પઠાન'નું ટીઝર લોકોને પસંદ આવી રહ્યું છે, તો બીજી તરફ કેટલાક યુઝર્સે 'પઠાન'ના આ ટીઝરની તુલના સલમાન ખાન, ઋતિક રોશન, રણબીર કપૂર અને પ્રભાસ જેવા સ્ટાર્સની ફિલ્મો સાથે કરવાનું શરૂ કરી દીધું છે. લોકોએ કહ્યું કે આ ટીઝર આ સ્ટાર્સની ફિલ્મોમાંથી કોપી કરવામાં આવ્યું છે.
રણબીરની ફિલ્મની કોપી હોવનો દાવો
પઠાનના ટીઝરના એક સીનમાં શાહરૂખ કહે છે, "તમારી ખુરશીનો પટ્ટી બાંધો, હવામાન બગડવાની તૈયારીમાં છે." એક ટ્વિટર યુઝરે આ સીનને વર્ષ 2018માં આવેલી રણબીર કપૂરની ફિલ્મ 'સંજુ'ની કોપી ગણાવી હતી. તે જ સમયે, તે જ યુઝર તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 'પઠાન'ના ટીઝરમાં શાહરૂખનો બાઇક સીન સલમાનની ફિલ્મ 'રેસ 3'ની કોપી છે.
આ સીન સલમાનની ફિલ્મમાંથી કોપી કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ટીઝરમાં શાહરૂખનો એક ડાયલોગ છે જેમાં તે કહે છે, "ઝિંદા હૈ." તે જ સમયે, એક યુઝરે દાવો કર્યો કે આ ડાયલોગ વર્ષ 2017માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ'માંથી કોપી કરવામાં આવ્યો છે.
પ્રભાસની ફિલ્મ 'સાહો' સાથે સરખામણીઃ
ટીઝરના અંતમાં શાહરૂખને ઉડતો બતાવવામાં આવ્યો હતો, આ સીન અંગે પણ દાવા કરવામાં આવી રહ્યા છે અને તેની સરખામણી સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'સાહો' સાથે કરવામાં આવી રહી છે.
માત્ર સલમાન, રણબીર અને પ્રભાસ જ નહીં, 'પઠાણ'ના ટીઝર પર ઋતિક રોશનની ફિલ્મ 'વોર'ના સીન કોપી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.