Bawaal First Look: વરુણ ધવન-જાહ્નવીની 'બવાલ'નું ફર્સ્ટ લુક આઉટ, OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
'દંગલ' ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'બવાલ'માં વરુણ ધવન અને જાહ્નવી કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું હતું.
![Bawaal First Look: વરુણ ધવન-જાહ્નવીની 'બવાલ'નું ફર્સ્ટ લુક આઉટ, OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ varun dhawan janhvi kapoor bawaal first look out to be released on ott in july Bawaal First Look: વરુણ ધવન-જાહ્નવીની 'બવાલ'નું ફર્સ્ટ લુક આઉટ, OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/90930e9dce8c4fca9e28044ed5d878bc168719866850778_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bawaal First Look : 'દંગલ' ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'બવાલ'માં વરુણ ધવન અને જાહ્નવી કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ થિયેટરમાં નહીં પરંતુ સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતી વખતે જાહ્નવીએ કહ્યું કે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર જુલાઈમાં રિલીઝ થશે. આ પોસ્ટરમાં વરુણ અને જાહ્નવી એકબીજાને જોઈને પ્રેમથી હસતા જોવા મળે છે. આ પોસ્ટરમાં જાહ્નવી પરંપરાગત ઈયરિંગ્સ સાથે એથનિક લુકમાં જોવા મળી રહી છે, જ્યારે વરુણે બ્લુ શર્ટ અને ગ્રે જેકેટ પહેર્યું છે.
આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. નિતેશ અને સાજિદની આ જોડીએ અગાઉ ફિલ્મ 'છિછોરે' બનાવી હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
View this post on Instagram
જાહ્નવીની ત્રીજી OTT રિલીઝ
આ પહેલા જાહ્નવીની બે ફિલ્મો સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે. 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' વર્ષ 2020માં નેટફ્લિક્સ પર અને 'ગુડ લક જેરી' ડિઝની + હોટસ્ટાર પર 2022માં રિલીઝ થઈ હતી. આ સિવાય ઝોયા અખ્તરની શોર્ટ ફિલ્મ 'ઘોસ્ટ સ્ટોરીઝ' પણ 2020માં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.
વરુણની બીજી OTT રિલીઝ
બવાલ વરુણ ધવનની બીજી ફિલ્મ હશે જે સીધી OTT પર રિલીઝ થશે. વર્ષ 2020ની શરૂઆતમાં તેની 'કુલી નંબર 1' સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ફિલ્મ 'બવાલ'માં વરુણ ધવન અને જાહ્નવી કપૂર લીડ રોલમાં છે.
View this post on Instagram
જુલાઈમાં રિલીઝ થતી ફિલ્મો
કાર્તિક આર્યન-કિયારા અડવાણીની 'સત્યપ્રેમ કી કથા' અને 'ઇન્ડિયાના જોન્સઃ ધ ડાયલ ઑફ ડેસ્ટિની' જુલાઈમાં રિલીઝ થશે.
Join Us on Telegram: https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)