શોધખોળ કરો
'ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના'- ના રચયિતા ગીતકાર અભિલાષનું નિધન
રિપોર્ટ અનુસાર, અભિલાષે સોમવારે સવારે છેલ્લો શ્વાસ લીધો, તે લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતા, તેમની પાસે ઇલાજ કરાવવાના પૈસા પણ નહતા, અને તેમને લિવર કેન્સર હતુ, અને છેલ્લા 10 મહિનાથી તે પથારીવશ હતા

મુંબઇઃ 'ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના' જેવા લોકપ્રિય ગીતને લખનારા ગીતકાર અને લેખક અભિલાષનુ મુંબઇમાં રવિવારે નિધન થઇ ગયુ છે. 74 વર્ષીય અભિલાષ કેન્સરથી પીડિત હતા, મધ્યરાત્રિમાં જ તેમનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, અભિલાષે સોમવારે સવારે છેલ્લો શ્વાસ લીધો, તે લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતા, તેમની પાસે ઇલાજ કરાવવાના પૈસા પણ નહતા, અને તેમને લિવર કેન્સર હતુ, અને છેલ્લા 10 મહિનાથી તે પથારીવશ હતા. તાજેતરમાં જ તેમની પત્ની નીરાએ ઇન્ડિયન પરફોર્મન્સ રાઇટ્સ સોસાયટીમાં મદદ માંગી હતી, આઇએમડીબી અનુસાર અભિલાષ રફતાર, ઝહરીલી, સાવન કો આને દો, લાલ ચૂડા, અંકુશ, મોક્ષ અને હલચલ જેવી ફિલ્મો માટે ગીતો લખ્યા હતા. સોમવારે કેન્સરના કારણે અભિલાષ હંમેશા માટે દુનિયા છોડીને ચાલ્યા ગયા. વર્ષ 2020 ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ખરાબ સપના જેવુ સાબિત થઇ રહ્યું છે, આ વર્ષે એન્ટરટેઇન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીએ કેટલાય જાણીતા સ્ટાર્સ ખોયા છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો





















