(Source: ECI/ABP News/ABP Majha)
બોલિવૂડને લાગ્યો વધુ એક મોટો ઝટકો, વિધુ વિનોદ ચોપડાના મોટા ભાઈનું કોરોનાથી નિધન
પ્રોડ્યૂસર-ડાયરેકટર વિધુ વિનોદ ચોપડાના ભાઈ વીર ચોપડાનું નિધન થયું છે. તેમણે 5 જુલાઈએ અંતિમ શ્વાસ લીધા હતા અને કોરોનાથી સંક્રમિત હતા
મુંબઈઃ પ્રોડ્યૂસર-ડાયરેકટર વિધુ વિનોદ ચોપડાના ભાઈ વીર ચોપડાનું નિધન થયું છે. તેમણે 5 જુલાઈએ અંતિમ શ્વાસ લીધા હતા અને કોરોનાથી સંક્રમિત હતા. તેઓ માલદીવ્સ ગયા હતા, જ્યાં તેઓ કોરોનાથી સંક્રમિત થતાં મુંબઈ પરત ફર્યા હતા. મુંબઈ આવ્યા બાદ તેમને એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં 21 દવિસની લાંબી લડાઈ બાદ તેઓ કોરોના સામેનો જંગ હાર્યા હતા. તેઓ તેમની પાછળ પત્ની નમિતા અને પુત્ર અભય ચોપડાને છોડી ગયા છે. 6 જુલાઈએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વીર ચોપડાએ તેમના ભાઈ વિધુ સાથે મુન્નાભાઈ એમબીબીએસ, બ્રોક્ન હોર્સેસ, લગે રહો મુન્નાભાઈ તથા થ્રી ઈડિયટ્સ જેવી ફિલમો પર કામ કર્યુ છે.
આ ફિલ્મોમાં ક્રિએટિવ પ્રોડ્યૂસર તરીકે કામ કર્યુ
વીર ચોપડાએ મિશન કશ્મીર, કરીબ, ફરારી કી સવારી, એકલવ્ય, પરિણીતા જેવી ફિલ્મોમાં ક્રિએટિવ પ્રોડ્યૂસર તરીકે પણ કામ કર્યુ છે.
View this post on Instagram
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં સતત 11મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ વધતાં ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 45,892 કેસ નોંધાયા છે. જેની સામે આજે ડિસ્ચાર્જ લોકોની સંખ્યા ઘટી હતી. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા અને 817 લોકોના મોત થયા હતા. બુધવારે દેશમાં 43,733 નવા કેસ નોંધાયા હતા અને 47,240 લોકો સાજા થયા હતા. દેશમાં કુલ રિકવરી રેટ 97 ટકાને પાર થઈ ગયો છે. 7 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 48 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 42 કરોડ 52 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના 80 ટકા નવા કેસ 90 જિલ્લામાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે.