રાજૂ કલાકારને સોશિયલ મીડિયાએ બનાવ્યો સ્ટાર, હવે અંજલિ અરોરા સાથે 'દિલ પે ચલાઈ છુરિયા'માં જોવા મળશે
સેલિબ્રિટી કરતાં સામાન્ય લોકો માટે સોશિયલ મીડિયા એક મોટું હથિયાર બની ગયું છે. સોશિયલ મીડિયા દ્વારા સામાન્ય લોકો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે.

સેલિબ્રિટી કરતાં સામાન્ય લોકો માટે સોશિયલ મીડિયા એક મોટું હથિયાર બની ગયું છે. સોશિયલ મીડિયા દ્વારા સામાન્ય લોકો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી 'દિલ પે ચલાઈ છુરિયા' ગીત પર વીડિયો બનાવીને વાયરલ થઈ રહેલા રાજુ કલાકાર તેનું એક મોટું ઉદાહરણ બની ગયા છે. રાજુ કલાકાર હવે કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરા સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ફિલ્મ 'બેવફા સનમ'નું 'દિલ પે ચલાઈ છુરિયા' ગીત ફરી એકવાર સોનુ નિગમના અવાજમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ગીત 14 જુલાઈએ રિલીઝ થશે જેમાં રાજુ કલાકાર, અંજલિ અરોરા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રાજન અરોરા, દીપક ગર્ગ અને ઋષભ શુક્લા પણ જોવા મળશે. નિર્માતાઓએ આગામી ગીતનું ટીઝર રિલીઝ કર્યું છે જેમાં બધા સ્ટાર્સ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે.
View this post on Instagram
સોનુ નિગમે અગાઉ આ વીડિયો શેર કર્યો હતો
અગાઉ, સોનુ નિગમે ઇન્સ્ટાગ્રામ પર રાજુ કલાકાર સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આમાં તે 'દિલ પે ચલાઈ છુરિયા' ગીત ગાતો જોવા મળ્યો હતો. રાજુ કલાકાર પથ્થરોથી ધૂન બનાવતો અને ગાયક સાથે હંમેશની જેમ ગીતો ગાતો જોવા મળ્યો હતો. સોનુ નિગમે આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે તમે અત્યાર સુધી આ ગાતા રહ્યા છો, આ સોમવારે કંઈક ખાસ આવવાનું છે.
View this post on Instagram
રાજુ કલાકાર કોણ છે?
રાજુ કલાકારનું સાચું નામ રાજુ ભટ્ટ છે. તે રાજસ્થાનના નાગૌરનો રહેવાસી છે. જોકે, ઘણા વર્ષો પહેલા રાજુ ગુજરાતમાં સ્થાયી થયો હતો. તે છેલ્લા પાંચ વર્ષથી બરોડામાં ઘોડેસવારીનું કામ કરી રહ્યો છે. આ દરમિયાન, તેણે પથ્થરોથી 'દિલ પે ચલાઈ છુરિયા' ગીત ગાયું હતું, જેને સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ મળ્યા હતા. આ વીડિયો પછી, તે વાયરલ થયો અને હવે રાજુ કલાકારના ઇન્સ્ટાગ્રામ પર 281K ફોલોઅર્સ છે. વન ઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન, રાજુએ મીડિયાને જણાવ્યું કે તેણે ટ્રેનમાં એક છોકરા પાસેથી તેણે પથ્થરોથી વગાડવાનું શીખ્યો હતો, ત્યારબાદ તેણે પથ્થરો વગાડીને ગીતો બનાવવાનું શરૂ કર્યું.





















