Viral Video : દિપીકા પાદુકોણનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ, ‘મારા પતિ કાલ રાતથી ગાયબ છે’
Deepika and Ranveer New Project: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ પણ જોવા મળી રહ્યો છે.

Deepika and Ranveer New Project: પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફરી એકવાર નવા પ્રોજેક્ટમાં સાથે જોવા મળવાના છે. અભિનેતાએ આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેતા રામ ચરણ અને તૃષ્ણા કૃષ્ણન પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, તે ફિલ્મનો પ્રોજેક્ટ છે કે પછી જાહેરાત તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. વીડિયો જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ કોઈ જાહેરાતનો વીડિયો હોઇ શકે છે.
View this post on Instagram
શું છે વીડિયો ક્લિપમાં?
વીડિયોની શરૂઆત દીપિકા પાદુકોણથી થાય છે. જે પોલીસ સ્ટેશને જઈને તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવે છે. દીપિકા વીડિયોમાં કહી રહી છે કે સર મારા પતિ ગઈ રાતથી ગુમ છે. દીપિકા તેના પતિ માટે ચિંતિત દેખાઈ રહી છે. જ્યારે રણવીર સિંહ એક્શન અવતારમાં જોવા મળ્યો છે. તેના શોર્ટ હેરકટ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
દિપીકા પાદુકોણનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ
વીડિયોમાં એક્ટર રામચરણ પણ ગલીઓમાં દોડતો જોઈ શકાય છે. તૃષ્ણા કૃષ્ણન પણ પોલીસ સ્ટેશનની બહાર જોવા મળે છે. વીડિયોમાં રણવીર અને દીપિકાનો આ ઈન્ટેન્સ ડ્રામા ચર્ચામાં આવ્યો છે. ચાહકો દીપિકા અને રણવીરને નવી ફિલ્મોમાં કાસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે રણવીર સિંહે કેપ્શનમાં લખ્યું- મોટા ખુલાસા માટે તૈયાર રહો.
એક્ટર્સના વર્ક ફ્રન્ટ પર એક નજર
રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે. આ ફિલ્મ કરણ જોહરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ રણવીર સિંહની સામે ભૂમિકામાં છે. બીજી તરફ દીપિકા પાસે જવાન, પ્રોજેક્ટ કે અને ફાઈટર જેવી ફિલ્મો છે. રામ ચરણની વાત કરીએ તો તે 2024માં ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે. જણાવી દઈએ કે રામ ચરણ હાલમાં જ એક પુત્રીના પિતા બન્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
