(Source: ECI/ABP News/ABP Majha)
Brahmastra એ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને બોક્સ ઓફિસ પર પછાડી,જાણો વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યુ?
બ્રહ્માસ્ત્ર આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે
‘બ્રહ્માસ્ત્ર’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મે તેની રિલીઝ સાથે જ ખળભળાટ મચાવી દીધો છે. આ ફિલ્મ કમાણી મામલે ઘણા મોટા રેકોર્ડ તોડી રહી છે. કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ હવે બ્રહ્માસ્ત્રના બોક્સ ઓફિસ કલેક્શન પર પ્રતિક્રિયા આપી છે.
Hahahaha. I don’t know how did they beat #TheKashmirFiles… with sticks, rods, hockey… or AK47 or stones…. Or with paid PR and influencers?
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 19, 2022
Let Bollywood films compete with each other. Leave us alone. I am not in that dumb race. Thanks. #NotBollywood
😝 😝 😝 pic.twitter.com/DjR1MOyplD
વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું?
બ્રહ્માસ્ત્ર આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. બ્રહ્માસ્ત્ર પહેલા વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ 2022 ની સૌથી મોટી ફિલ્મ હતી. પરંતુ હવે બ્રહ્માસ્ત્ર તેના શાનદાર કલેક્શન સાથે કાશ્મીર ફાઇલ્સને પછાડીને આગળ નીકળી ગઇ છે. બ્રહ્માસ્ત્રએ 200 કરોડની ક્લબમાં સામેલ થઈને કાશ્મીર ફાઇલ્સને પાછળ છોડી દીધી છે.
વિવેક અગ્નિહોત્રીએ ઘણા મીડિયા રિપોર્ટ્સના સ્ક્રીનશોટ શેર કર્યા છે, જેમાં બોક્સ ઓફિસના આંકડાઓ અનુસાર કહેવામાં આવ્યું છે કે બ્રહ્માસ્ત્રે કાશ્મીર ફાઇલ્સને પાછળ છોડી દીધી છે. આ સ્ક્રીનશૉટ્સ શેર કરીને, વિવેક અગ્નિહોત્રીએ તેમના ટ્વીટમાં લખ્યું હતું કે મને ખબર નથી કે તેણે કાશ્મીર ફાઇલ્સને સ્ટિક, રોડ્સ, હૉકી અથવા એકે47 વડે કેવી રીતે હરાવી અથવા પેઇડ પીઆર અને ઇન્ફ્લુએન્સરથી..
વિવેક અગ્નિહોત્રીએ આગળ લખ્યું હતું કે બોલિવૂડ ફિલ્મોને એક બીજા સાથે સ્પર્ધા કરવા દો. અમને એકલા છોડી દો. હું એ રેસનો ભાગ નથી. આભાર.
બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્રનો દબદબો યથાવત છે
બ્રહ્માસ્ત્રના બોક્સ ઓફિસ કલેક્શન પર વિવેક અગ્નિહોત્રીએ પોતાનો મત આપ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આલિયા અને રણબીરની ફિલ્મ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં સારી કમાણી કરી રહી છે. બ્રહ્માસ્ત્રે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. રિપોર્ટ્સ અનુસાર, રણબીરની ફિલ્મે રવિવારે (10માં દિવસે) ભારતમાં 16.30 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મે 10 દિવસમાં 215.50 કરોડનું કલેક્શન કર્યું છે. બ્રહ્માસ્ત્રની રિલીઝને 2 અઠવાડિયા થઈ ગયા છે અને ફિલ્મ હજુ પણ જબરદસ્ત કમાણી કરી રહી છે.