Shubman Gillનો ક્રશ છે Rashmika Mandanna, ક્રિકેટરે રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો
ક્યારેક શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સાથે તો ક્યારેક બોલિવૂડના નવાબની પુત્રી સાથે જોડાયું હતું. ત્યારે હવે ક્રિકેટર શુભમન ગિલે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે
shubman Gill crush on Rashmika Mandanna: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર્સમાં ક્રિકેટર શુભમન ગિલનું (Shubman Gill) નામ સૌથી પહેલા આવે છે. બાવીસ ગજમાં પોતાના પરાક્રમની સાથે સાથે તે પોતાના અંગત જીવન માટે પણ હેડલાઈન્સમાં રહ્યા છે. શુભમન ગિલ તેની રંગીન લવ લાઈફને કારણે સતત ચર્ચામાં રહે છે. ક્યારેક તેનું નામ આ હિરોઈન સાથે જોડાય છે. ક્યારેક તેની સાથે બીજી મહિલા પણ જોવા મળે છે. થોડા દિવસો પહેલા શુભમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને અભિનેત્રી રશ્મિકા મંદાના ( Rashmika Mandanna) પર 'ક્રશ' છે. જો કે સમાચાર પ્રકાશિત થયાના થોડા દિવસો પછી તેણે પોતે જ આ અટકળોને ફગાવી દીધી હતી અને તેણે કહ્યું કે તે પોતે નથી જાણતો કે તેણે કયા ઈન્ટરવ્યુમાં આવું કહ્યું!
"હું પોતે નથી જાણતો કે મેં કોઈ ઈન્ટરવ્યુમાં આવી વાતો કહી છે: શુભમન
ક્યારેક ક્રિકેટરનું નામ સચિન તેંડુલકરની દીકરી સાથે તો ક્યારેક બોલિવૂડના નવાબની દીકરી સાથે જોડાય છે. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તેને કઈ બોલિવૂડ એક્ટ્રેસ પસંદ છે. રિપોર્ટરના સવાલનો શુભમને શરમાઈને જવાબ આપ્યો, 'રશ્મિકા મંદાના', આ વખતે ક્રિકેટ સ્ટાર પોતે આ સમાચારને નકારી રહ્યા છે. તેણે દાવો કર્યો કે, "હું પોતે નથી જાણતો કે મેં કોઈ ઈન્ટરવ્યુમાં આવી વાતો કહી છે." આ જવાબથી શુભમનના ફેન્સ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
Lol he commented 😂
— Shakila (@Shakila3335) March 6, 2023
shubman Gill has no crush on Rashmika @iamRashmika pic.twitter.com/MUFokhdobu
ક્રિકેટરનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાયેલું છે
ભારતીય ક્રિકેટ સ્ટાર શુભમન ગિલનું નામ ઘણી અલગ-અલગ યુવતીઓ સાથે જોડાયેલું હતું. ક્યારેક સારા અલી ખાન સાથે તો ક્યારેક સારા તેંડુલકર સાથે તેના વિશે અનેક અટકળો આવી રહી છે. ગયા મહિને શુભમે લંડનના એક કેફેમાં બેઠેલી પોતાની તસવીર પોસ્ટ કરી હતી. ફોટાની નીચે ક્રિકેટરનો સવાલ, "આજ કયો દિવસ છે ?" યોગાનુયોગ આ જ કેફેમાં સારા તેંડુલકરનો ફોટો પણ છે. આ પહેલા જાન્યુઆરીમાં સારા અલી ખાન અને શુભમનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. શુભમન અને સારા એરપોર્ટ પર એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.