‘જ્યારે હું ડ્રિંક કરું છું..’ Salman Khanએ કેટલાય સ્ટાર્સનું બરબાદ કર્યું કરિયર? જવાબમાં એક્ટરે કહી આ વાત
Salman Khan: સલમાન ખાન પર ઘણી વખત આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે ઘણા સ્ટાર્સનું કરિયર બગાડ્યું છે. હવે અભિનેતાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
Salman Khan: સુપરસ્ટાર સલમાન ખાન માત્ર તેની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેની જિંદાદિલી માટે પણ જાણીતો છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને મદદ કરી છે. સલમાન ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા નવા ચહેરાઓને લોન્ચ કર્યા છે. જો કે આ દરમિયાન તેના પર ઘણા સ્ટાર્સની કરિયર બરબાદ કરવાનો આરોપ પણ લાગ્યો છે. હવે આ મામલે સલમાન ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે.
હું પોતે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો નથી
ઈન્ડિયા ટીવીના ઈન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાને સ્ટાર્સની કરિયર બરબાદ કરવાના આરોપ પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, 'હું પોતે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો નથી. હું ઈન્ડસ્ટ્રીમાં જેમની સાથે કામ કરું છું, હું માત્ર શૂટિંગ દરમિયાન જ તેમની સાથે વાત કરું છું. એવું નથી કે પાર્ટી રોજેરોજ થતી હોય છે અને ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો મારા મિત્રો છે, જે કાં તો બાળપણના મિત્રો છે કે પછી સિનિયર.
મારામાં તે ક્વોલિટી નથી
આ સિવાય જ્યારે સલમાન ખાનને કોઈપણ સ્ટાર સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'ના. મારી પાસે એ ક્વોલિટી નથી. લોકો નશામાં કહે છે - હું તેને નહી છોડું, પરંતુ જ્યારે હું ડ્રિંક કરું છું ત્યારે હું કહું છું – છોડો યાર. જવા દો હું એવો નથી, પણ ક્યારેક ક્યારેક એવું થાય છે. જીંદગી બહુ ટૂંકી છે શું કામ મગજમારી કરવાની.
અગાઉ નિર્માતાઓ સંપર્ક કરતાં ન હતા
સલમાન ખાને એ પણ જણાવ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી ટોચના નિર્માતાઓ સાથે કામ કરી રહ્યો છે. પહેલા તેની પાસે કોઈ આવતું ન હતું. તેણે કહ્યું, 'હું મારી જાતને સેટ કરી શકતો નથી. આદિત્ય ચોપરા સાથે આટલા વર્ષો પછી કામ કર્યું છે. હવે કરણ જોહરનો ફોન આવ્યો કે એક ફિલ્મ છે. છેલ્લા 8-10 વર્ષથી આવું થાય છે. પહેલા મારી પાસે કોઈ આવતું ન હતું.
સલમાન ખાનની ફિલ્મો
ઉલ્લેખનીય છે કે, ઈદના અવસર પર સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થઈ છે, જેને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે સલમાન ખાન 'ટાઈગર 3'માં જોવા મળશે, જેમાં તેની જોડી ફરી એકવાર કેટરિના કૈફ સાથે જોવા મળશે.