શોધખોળ કરો

Ram Charan Baby: રામચરણની પત્ની અમેરિકામાં આપશે બાળકને જન્મ? ઉપાસનાએ આપ્યો જવાબ

દક્ષિણ અભિનેતા રામ ચરણ અને તેની પત્ની ઉપાસના તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે તે અંગે વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે. તેઓ આ દિવસોમાં અમેરિકામાં છે, તેથી દરેકને લાગે છે કે તેઓ બાળકને ત્યાં જન્મ આપશે.

Ram Charan Baby: સાઉથ એક્ટર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કામિનેની તેમના પ્રથમ બાળકના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને આ દિવસોમાં અમેરિકામાં છે અને ઉપાસના ટૂંક સમયમાં માતા બનવાની છે. આવી સ્થિતિમાં લોકોને લાગે છે કે તેઓ તેમના બાળકને ત્યાં જ જન્મ આપશે. પરંતુ બંનેએ ઇનકાર કર્યો હતો કે તેઓ તેમના બાળકનું અમેરિકામાં સ્વાગત નહી કરે. ઉપાસના ભારતની હોસ્પિટલોના ખૂબ વખાણ કરે છે અને તે અહીં પોતાના બાળકને જન્મ આપશે.

ઉપાસના કામિનેની કોનિડેલા, ટોચની ઉદ્યોગપતિ અને અભિનેતા રામ ચરણની પત્ની, ભારતમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. દંપતીએ ડિસેમ્બર 2022માં તેમની પ્રથમ ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. ઉપાસના જેઓ એપોલો હોસ્પિટલ્સમાં CSRના વાઈસ ચેરપર્સન પણ છે, જેમને તે વર્ષોથી ઓળખે છે, તે પોતાના દેશમાં બાળકને જન્મ આપવા માટે ઉત્સાહિત છે.

ઉપાસનાએ જણાવ્યું કે બાળકને ક્યાં આપશે જન્મ ? 

લોકપ્રિય ન્યૂઝ શો 'ગુડ મોર્નિંગ અમેરિકા'માં રામ ચરણને જોયા બાદ લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે આ કપલ અમેરિકામાં જ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, ઉપાસનાએ ટ્વિટર પર સ્પષ્ટ કર્યું કે તેની ડિલિવરી ભારતમાં થશે.

ઉપાસનાએ દેશની હોસ્પિટલો વિશે કહી આ વાત 

ઉપાસનાએ કહ્યું કે હું મારા દેશ- ભારતમાં મારા પહેલા બાળકને જન્મ આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અપોલો હોસ્પિટલમાં વિશ્વ સ્તરીય મેડિકલ ઓબી/જિવાઇઅન ટીમ સાથે સરાઉન્ડ છે. જેમાં ડો સુમના મનોહર, ડો રૂમા સિંહા સાથે ગુડ મોર્નિંગ અમેરિકા શોની ડો જેનિફર એસ્ટન પણ સામેલ હતી. આ સફર અમારા માટે અનેક શાનદાર અનુભવ લઈને આવી છે અને અમે અમારા જીવનમાં આ નવા તબક્કાની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ. 

આ પણ વાંચો: Kishore Kumar Biopic: રણબીર કપૂર જોવા મળશે કિશોર કુમારની ભૂમિકામાં, અભિનેતાએ દિગ્ગજની બાયોપિક પર આપ્યું આ મોટું અપડેટ

Ranbir Kapoor On Kishore Kumar Biopic: હિન્દી સિનેમાના સુપરસ્ટાર રણબીર કપૂર હાલમાં ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક માટે રણબીર કપૂરનું નામ ચર્ચામાં છે. આ દરમિયાન રણબીરે આ મામલે મૌન તોડ્યું છે. આ સાથે રણબીર કપૂરે ઈન્ડસ્ટ્રીના લેજન્ડ સિંગર અને એક્ટર કિશોર કુમારની બાયોપિકને લઈને મોટો ખુલાસો કર્યો છે.

કિશોર કુમારની બાયોપિકમાં રણબીર

હાલમાં રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રણબીરનો આ વીડિયો હાલમાં જ કોલકાતામાં તેની ફિલ્મ તુ જૂઠી મેં મક્કારના પ્રમોશન દરમિયાનનો છે. આ વીડિયોમાં રણબીર સૌરવ ગાંગુલીની બાયોપિક વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે સાંભળી શકો છો કે રણબીર કપૂર કહે છે કે- 'દાદા એક એવી વ્યક્તિત્વ છે જેમની બાયોપિક કોણ નહી કરવા માંગે પરંતુ કમનસીબે આ ફિલ્મ મને ઑફર કરવામાં આવી નથી. હું છેલ્લા 11 વર્ષથી લિજેન્ડ કિશોર કુમારની બાયોપિક પર કામ કરી રહ્યો છું.  ડિરેક્ટર અનુરાગ બાસુ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. આશા છે કે કિશોર કુમારની બાયોપિક મારી આગામી બાયોપિક બની શકે.

સંજુમાં રણબીરે કમાલ બતાવી છે

બાયોપિકની વાત કરીએ તો આ પહેલા રણબીર કપૂર હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સંજય દત્તની બાયોપિક 'સંજુ'માં ધૂમ મચાવી ચૂક્યો છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી રણબીરની 'સંજુ'એ બોક્સ ઓફિસ પર 342 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ, નિર્દેશક રાજ કુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ સંજુએ વિશ્વભરમાં 586 કરોડનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં, જો રણબીર કિશોર કુમારની બાયોપિકમાં જોવા મળે છે, તો તે ચોક્કસપણે ચાહકો માટે એક મોટો ઉત્સાહ સાબિત થશે. જોકે, કિશોર કુમારની બાયોપિકને લઈને કોઈ ડિરેક્ટર તરફથી કોઈ અપડેટ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Embed widget