સાઉથમાં Pathaan ફિલ્મનું પ્રમોશન કરવાને લઇને Shah Rukh Khanએ રાખી અનોખી શરત
નોંધનીય છે કે ફિલ્મ પઠાણ હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલમાં પણ રિલીઝ થવા જઈ રહી છે
Shah Rukh Khan On Pathaan Promotion: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની એક્શન થ્રિલર ફિલ્મ 'પઠાણ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રીલિઝ થશે. દરમિયાન, 'કિંગ ખાન' સોશિયલ મીડિયા પર ફિલ્મનું જબરદસ્ત પ્રચાર કરી રહ્યો છે. ટ્વિટર પર શાહરૂખે ફરી એકવાર #AskSRK સેશનનું આયોજન કર્યું જેમાં તેણે ફેન્સના સવાલના જવાબ આપ્યા હતા.
Yeah if Ram Charan takes me!! https://t.co/LoaE4POU79
— Shah Rukh Khan (@iamsrk) January 21, 2023
નોંધનીય છે કે ફિલ્મ પઠાણ હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. આ અંગે એક ચાહકે ટ્વિટર પર #AskSRK સેશનમાં શાહરૂખ ખાનને પૂછ્યું કે શું તે ફિલ્મ રિલીઝના દિવસે તેલુગુ થિયેટરમાં જશે. આ સવાલ પર શાહરૂખે પોતાની એક શરત રાખી હતી જે સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે.
He saw the trailer and loved the jet pack sequence….now he wants one!!! https://t.co/vd1F4TOcX7
— Shah Rukh Khan (@iamsrk) January 21, 2023
ફેને લખ્યું, "હાય સર, શું તમે ફિલ્મની રિલીઝ ડેટ પર તેલુગુ રાજ્યોમાં કોઈ થિયેટરની મુલાકાત લેશો?" જેના જવાબમાં શાહરૂખે કહ્યું, "હા, જો રામ ચરણ મને લેવા આવશે તો હું ચોક્કસ જઈશ.."
આ સિવાય એક ફેને ટ્વિટમાં પૂછ્યું કે, શાહરૂખના નાના પુત્ર અબરામને પઠાણનું ટ્રેલર જોઈને કેવું લાગ્યું...? આના પર શાહરૂખે જવાબ આપ્યો, "તેણે ટ્રેલર જોયું અને તેને જેટ પેક સિક્વન્સ ગમ્યું....હવે તેને જેટપેક જોઈએ છે."
શું શાહરૂખ ચાહકો સાથે ફિલ્મ જોશે?
અન્ય એક ચાહકે કિંગ ખાનને પૂછ્યું કે શું તેણે ક્યારેય દર્શકો સાથે થિયેટરમાં કોઈ ફિલ્મ જોઈ છે, જેના જવાબમાં શાહરૂખે કહ્યું, "ના, ઘણા સમયથી આવું નથી કર્યું.
ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં છે. આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયા પણ સહાયક ભૂમિકામાં જોવા મળશે.
Shah Rukh Khan Tweet: 'મન્નત બહાર રાહ જોઈ રહ્યો હતો...મળવા કેમ ન આવ્યા?' જવાબ આપી શાહરુખે મહેફિલ લૂંટી લીધી
Shah Rukh Khan Ask SRK Session: સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ પઠાણના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. દરમિયાન, શનિવારે શાહરૂખે ટ્વિટર પર આસ્ક મી એનિથિંગ (#AsKSRK ) સેશન કર્યું, જેમાં ચાહકોએ તેને ઘણા પ્રશ્નો પૂછ્યા. સાથે જ શાહરૂખ ખાને ફની જવાબ આપીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.
ફેન્સને મળવા મન્નતની બહાર કેમ ન આવ્યો શાહરૂખ ?
આસ્ક મી એનિથિંગ (#AsKSRK )સેશન દરમિયાન, એક યુઝરે પૂછ્યું કે તે મન્નતની બહાર તેની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તે તેને મળવા બહાર આવ્યો ન હતો. આ સવાલનો શાહરૂખ ખાને શાનદાર જવાબ આપ્યો છે. ફેને મન્નતની બહાર તેની ક્લિક કરેલી સેલ્ફી પોસ્ટ કરી અને શાહરૂખને પૂછ્યું કે 'હું રાહ જોઈ રહ્યો હતો'. તમે બહાર કેમ ન આવ્યા? તેના જવાબમાં અભિનેતાએ લખ્યું, 'હું આળસ અનુભવી રહ્યો છું. મારે બેડ પર આરામ કરવા ઈચ્છુ છુ, યાર