Year Ender 2024: આ વર્ષે માતા-પિતા બન્યા આ 5 બોલીવૂડ સેલેબ્સ, જાણો તેમના વિશે
પહેલી વાર પેરેન્ટ્સ બનેલા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હોય કે પછી બીજી વાર પેરેન્ટ્સ બનેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હોય, અહીં જાણો તે સેલેબ્સ કોણ છે જેમના ઘરે વર્ષ 2024 માં કિલકારી ગુંજી છે.
Year Ender 2024: પેરેન્ટહુડ એક લાગણી છે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. જેઓ તેમાંથી પસાર થાય છે તે જ તેને અનુભવી શકે છે. આ લિસ્ટમાં એવા ઘણા બોલિવૂડ સેલેબ્સ છે જેમણે આ વર્ષે પેરેન્ટ્સ બનવાના અહેસાસનો અનુભવ કર્યો. પહેલી વાર પેરેન્ટ્સ બનેલા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હોય કે પછી બીજી વાર પેરેન્ટ્સ બનેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હોય, અહીં જાણો તે 5 બોલિવૂડ સેલેબ્સ કોણ છે જેમના ઘરે વર્ષ 2024 માં કિલકારી ગુંજી છે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ
ફુકરે ફિલ્મના સહ કલાકારો અને પતિ-પત્ની રિચા ચઢ્ઢા અને અલી ફઝલના ઘરે દિકરીનો જન્મ થયો હતો. અલી અને રિચાની દિકરીનો જન્મ 16 જુલાઈએ થયો હતો અને તેઓએ તેનું નામ જુનેયરા ઈદા રાખ્યું છે. અલી અને રિચાએ તેમની દીકરીના પગની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને બધાને તેના જન્મ વિશે જાણકારી આપી.
View this post on Instagram
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહના ઘરે 8 સપ્ટેમ્બરે દુઆનો જન્મ થયો હતો. રણવીર અને દીપિકાએ માતા-પિતા બનવાનો આનંદ સોશિયલ મીડિયા દ્વારા દરેક સાથે શેર કર્યો હતો. રણવીર અને દીપિકાએ તેમની દીકરીનું નામ દુઆ રાખ્યું છે. પોસ્ટ શેર કરતી વખતે, દીપિકા અને રણવીરે લખ્યું, "તે અમારી દુઆઓનો જવાબ છે. અમારા હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે."
View this post on Instagram
વરુણ ધવન અને નતાશા દલાલ
અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલે પણ આ વર્ષે એક દિકરીનું સ્વાગત કર્યું છે. 3 જૂનના રોજ, વરુણ ધવન અને નતાશા દલાલને એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ લારા રાખ્યું. વરુણ ધવને એક શોમાં પોતાની દીકરીનું નામ બધાની સામે જાહેર કર્યું હતું. પુત્રીના જન્મ પછી વરુણે પોસ્ટ કરતા લખ્યું, "અમારી દિકરી આવી ગઈ છે, તમામનો માતા અને બાળકને શુભકામનાઓ આપવા માટે આભાર."
View this post on Instagram
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
આ વર્ષે ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના પરિવારમાં બીજા બાળકનો જન્મ થયો છે. 15 ફેબ્રુઆરીએ અનુષ્કાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ દંપતીએ અકાય રાખ્યું છે.
View this post on Instagram
વિક્રાંત મૈસી અને શીતલ ઠાકુર
'12th ફેલ' સ્ટાર વિક્રાંત મેસીના ઘરે 7 ફેબ્રુઆરીએ એક પુત્રનો જન્મ થયો હતો. વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે પોતાના પુત્રનું નામ વરદાન રાખ્યું છે. તેમના પુત્રના નામ અંગે વિક્રાંત અને શીતલ કહે છે કે આ ખરેખર કોઈ વરદાનથી ઓછું નથી.
View this post on Instagram