બ્રહ્માનંદમે એમએ સુધી અભ્યાસ કર્યો છે, પૉસ્ટ ગ્રેજ્યુએશન બાદ તેમને તેલુગુ લેક્ચરર તરીકે અત્તિલ્લી કૉલેજમાં નોકરી હતી, ત્યાં પણ તેને વિદ્યાર્થીઓને પોતાની કૉમેડીથી હંસાવતા હતાં. ઉલ્લેખનીય છે કે, જુલાઇ 2015માં બ્રહ્માનંદમે તેની ફીસ વધારી દીધી હતી.
2/5
3/5
બ્રહ્માનંદમ સાઉથ ઇન્ડિયન ફિલ્મોના બહુ મોટા સ્ટાર છે. મોટાભાગની ફિલ્મોમાં બ્રહ્માનંદમ જોવા મળે છે. 62 વર્ષીય બ્રહ્માનંદમનો જન્મ 1 ફેબ્રુઆરી, 1956 ના રોજ આંધ્રપ્રદેશના સેતનપાલેમાં થયો હતો. તેમની પત્નીનું નામ લક્ષ્મી કન્નેગટી છે. તેમને બા બાળકો છે. બ્રહ્માનંદમને પદ્મશ્રી અને ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ ફિલ્મો કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
4/5
મુંબઇઃ ફિલ્મી દુનિયામાં કેટલાક લોકો એવા છે જેમને પોતાની કેરિયરની શરૂઆત નાના રૉલથી કરી હોય અને આજે સિનેમાના મોટા સ્ટાર બની ગયા હોય. આવો જ એક એક્ટર અને કૉમેડિયન છે બ્રહ્માનંદમ. બ્રહ્માનંદમ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કૉમેડીનો કમાલ જમાવી દીધો છે. તેમને સાઉથની ફિલ્મોના જોની લિવર પણ કહેવાય છે.
5/5
બ્રહ્માનંદમ એક એવા કલાકાર છે જે કૉમેડી કરે છે અને હંસતા પણ નથી પણ સામેવાળો પોતાની હંસવુ રોકી પણ નથી શકતો. એક રિપોર્ટ અનુસાર, બ્રહ્માનંદમ એક ફિલ્મમાં કામ કરવાનો ચાર્જ 2 કરોડ રૂપિયા લે છે. અત્યાર સુધી બ્રહ્માનંદમ લગભગ 1000થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ ભારતીય ઇન્ડસ્ટ્રીના સૌથી અમીર કૉમેડિયન છે, તેમની સંપતિ 320 કરોડથી પણ વધુ છે.