શોધખોળ કરો
Advertisement
CAA પર બોલિવૂડના સમર્થન માટે સરકારે આપી ડીનર પાર્ટી, જાણો કઈ સેલિબ્રિટી રહી હાજર
મીડિયા રિપોર્ટ મુજબ બેઠકની લિસ્ટમાં કરણ જોહર, ફરહાન અખ્તર, કબીર ખાન, રિતેશ દેશમુખ, વિકી કૌશલ અને આયુષ્માન ખુરાના જેવા વિખ્યાત કલાકારોનાં નામ શામેલ હતા.
નવી દિલ્હીઃ સીએએ અને એનઆરસી વિરૂદ્ધ દેશભરમાં ચાલી રહેલ પ્રદર્શનની વચ્ચે કેન્દ્ર સરકારે બોલિવૂડના ટોપ સ્ટારનું સમર્થન મેળવવાના પ્રયત્નમાં એક મીટિંગનું આયોજન કર્યું હતું. મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં રેલવે મંત્રી પીયૂશ ગોયલની સાથે બોલિવૂડ સ્ટારની મુલાકાત થઈ હતી. આ મીટિંગ વિવાદિત નાગરિકાત સંશોધન કાયદા પર ડિસ્ક્શન માટે બોલાવવામાં આવી હતી.
આ મીટિંગમાં રાજકુમાર રાવ, કોંકણા સેન શર્મા, સુધીર મિશ્રા, શબાના આઝમી, ફરહાન અખ્તર, પરિણીતી ચોપડા, સૈફ અલી ખાન, ઋત્વિક રોશન સહિતના સિતારાઓ સામેલ હતા. તો અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર, અનુભવ સિંહા, મોહમ્મદ જિશાન અયૂબ અને સિદ્ધાર્થ જેવા ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ મુજબ બેઠકની લિસ્ટમાં કરણ જોહર, ફરહાન અખ્તર, કબીર ખાન, રિતેશ દેશમુખ, વિકી કૌશલ અને આયુષ્માન ખુરાના જેવા વિખ્યાત કલાકારોનાં નામ શામેલ હતા. ઉપરાંત મીટિંગમાં કૃણાલ કોહલી, અભિષેક કપૂર, સીબીએફસી ચીફ પ્રસૂન જોશી, મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક, અભિનેત્રી ઉર્વશી રૌતેલા, ફિલ્મ પ્રોડ્યુસર્સ વિપુલ શાહ, કૈલાશ ખેર અને શાન જેવા સિંગર અને રણવીર શૌરી, શૈલેષ લોધા અને રાહુલ રાવૈલ જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા.
આપને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ આ કાયદાનું સમર્થન કરતાં ટ્વિટર પર ‘ઇન્ડિયા સપોર્ટ સીએએ’ કેમ્પેન લોન્ચ કર્યું હતું અને એમાં કહેવામાં આવ્યું હતું કે આ કાયદો શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો કાયદો છે અને એનાથી કોઈની નાગરિકતા છીનવાઈ જવાની નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement