દર્શક સીઆઈડી બંધ થવા પર દુખી છે અને ટ્વીટ કરી શોના મેકર્સને તેને બંધ ન કરવાની અપીલ કરી રહ્યા છે. જેવા જ શો ઓફ એર થવાના અહેવાલ આવ્યા કે તરત જ ટ્વિટર પર #SaveCID શરૂ થઈ ગયું.
2/4
શો બંધ થવાની પુષ્ટિ દયાની ભૂમિકા ભજવનાર દયાનંદ શેટ્ટી કરી છે. તેણે જણાવ્યું કે, થોડા દિવસ પહેલા જ શૂટિંગ દરમિયાન પ્રોડ્યૂસર બીપી સિંહનો ફોન આવ્યો હતો કે શો બંધ થવાનો છે. ત્યાર બાદ સોની સમગ્ર ટીમ ચોંકી ગઈ હતી. જોકે જેટલી પરેશાન ટીમ છે એટલા જ પરેશાન સીઆઈડીના દર્શક પણ છે.
3/4
CID 1997થી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે. શો બંધ કરવા પાછળ કોઈ ખાસ કારણ જણાયું નથી કારણ કે ટીઆરપીની મામલે આજે પણ આ શો પાછળ નથી. શોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એસીપી પ્રદ્યુમનની ભૂમિકામાં શિવાજી સાથમ, દયાનંદ શેટ્ટી (ઇન્સપેક્ટર દયા) અને આદિત્ય શ્રીવાસ્તવ (અભિજીત)ની ભૂમિકામાં ઓળખવામાં આવે છે.
4/4
મુંબઈઃ સૌથી ચર્ચિત અને લાંબો ચાલનારો ક્રાઈમ શો CIDના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. સોની ટીવી પર પ્રસારિત થનાર આ શો ટૂંકમાં જ બંધ થવાનો છે. ટીવી પર આ શોને21 વર્ષ થઈ ગયા છે. મીડિયા અહેવાલ અનુસાર સીઆઈડીનો છેલ્લો એપિસોડ 27 ઓક્ટોબરે પ્રસારિત થશે. અત્યાર સુધીમાં સીઆઈડીના 1546 એપિસોડ ટેલિકાસ્ટ થયા છે.