હવે દીપિકાએ પોતાના ડેસ્ટીનેશન વેડિંગની ચર્ચાઓ પર મૌન તોડ્યુ છે. દીપિકાએ મૌન તોડવા છતાં તેમના લગ્ન વિશે હજી કોઇ ખાસ જાણકારી આપી નથી. તાજેતરમાં જ તેને જ્યારે પુછવામાં આવ્યું હતું કે પોતાના લગ્ન વિશે કોઇ નાની એવી વાત તો કહી દે, આના જવાબમાં દીપિકાએ સ્પષ્ટ કહી દીધુ,”હું લગ્ન વિશે કંઇ નઇ બોલું”.
3/5
એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આ લગ્નમાં બંને પરિવાર વાળા અને નજીકના મિત્રો જ હશે. બંનેના પ્રફેશન વિશે વાત કરીએ તો દિપીકા અત્યારે કોઈ ફિલ્મ નથી કરી રહી. ત્યાંજ, રણવીર સિંહ રોહિત શેટ્ટીની ‘સિંબા’ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ પુરું કરશે, જે 28 ડિસેમ્બરે રિલીઝ થશે.
4/5
મુંબઇઃ બૉલીવુડની હૉટ જોડીઓમાની એક દીપિકા અને રણવીર ફરીથી પોતાના લગ્નને લઇને ચર્ચામાં આવ્યા છે. આ વખતે દીપિકાએ પોતાના લગ્ન વિશે જ્યારે સવાલ પુછવામાં આવ્યો ત્યારે ગોળગોળ જવાબ આપી મૌન તોડ્યુ હતું. સોશિયલ મીડિયામાં એમના અફેરની ચર્ચાઓ થવા છતાં પણ આ બંનેએ ક્યારેય પણ પોતાના સંબંધોને ન નકાર્યા છે કે ન સ્વીકાર્યા છે.
5/5
દીપિકા અને રણવીર ડાયરેક્ટર સંજય લીલા ભણસાણીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’ના સેટ પર મળ્યા હતા. એના પછી આ યુગલ બોલીવુડના બેસ્ટ ઓન સ્કીન યુગલોમાંથી એક બની ગયું છે. હમણાના અહેવાલો પ્રમાણે એવો દાવો કરવામાં આવે છે કે આ યુગલ ઈટલીના કોમો લેક પર ડેસ્ટીનેશન વેડિંગ કરવાના છે.