રણવીર સિંહના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે તેની કેટલીક તસવીરો સામે આવી છે. રણવીર સિંહની ખાસ મિત્ર યશરાજ ફિલ્મસની કાસ્ટિંગ ડીરેક્ટર શાનૂ શર્મા પણ સામેલ થઈ છે. શાનૂ શર્માએ રણવીર સિંહની પ્રથમ ફિલ્મ બૈંડ બાજા બારાત માટે કાસ્ટ કર્યો હતો.
2/3
રણવીરના લગ્નની આ વીધી બે કલાક સુધી ચાલી હતી. આ સેરેમનીમાં ડાન્સ પણ થયો હતો. રણવીરે પણ આ સેરેમનીમાં ડાન્સ કર્યો હતો. એક રિપોર્ટ્સ મુજબ દીપિકા-રણવીરના લગ્ન કોંકણી અને સિંધી રીતિ-રિવાજ મુજબ થશે.
3/3
મુંબઈ: દીપિકા પાદૂકોણના ઘરે નંદી પૂજા બાદ રણવીર સિંહના ઘરે પણ જોરશોરથી લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. રણવીર સિંહના ઘરે પણ લગ્નની તૈયારીના ભાગરૂપે વિધી કરવામાં આવી રહી છે. આ સેરેમનીમાં રણવીર સિંહના મિત્રો અને નજીકના પરિવારના સભ્યો હાજર છે. રણવીર અને દીપિકા આ મહિને 14 અને 15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ જશે.