શોધખોળ કરો
Advertisement
ખેડૂતોને આતંકી ગણાવનાર કંગના મુશ્કેલીમાં ફસાઈ, દિલ્હી કોર્ટનો પોલીસને એક્શન ટેકન રિપોર્ટ દાખલ કરવા આદેશ
કોર્ટે પોલીસને કહ્યું કે, તેઓ 24 એપ્રિલ સુધી જણાવે કે, આ કેસમાં શું શું થયું છે. દિલ્હીના નોર્થ એવન્યુ પોલીસ મથકને કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. કંગના વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરતા દિલ્હી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના વિરોધમાં ટ્વિટ કરીને તેમને આતંકી ગણાવનાર એક્ટ્ર્સે કંગના મુશ્કેલમાં ફસાતી નજર આવી રહી છે. દિલ્હી ગુરુદ્વારા કમિટી તરફથી નોંધવામાં આવેલી ફરિયાદ પર દિલ્હીની ડિસ્ટ્રીક્ટ કોર્ટે પોલીસને એક્શન ટેકન રિપોર્ટ(ATR) ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે પોલીસને કહ્યું કે, તેઓ 24 એપ્રિલ સુધી જણાવે કે, આ કેસમાં શું શું થયું છે. દિલ્હીના નોર્થ એવન્યુ પોલીસ મથકને કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. કંગના વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરતા દિલ્હી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કંગની રનોતે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “પ્રધાનમંત્રીજી કોઈ ઊંઘી રહ્યું હોય તેને જગાડી શકાય છે, જેને ગેરસમજ થઈ હોય તેને સમજાવી શકાય છે પરંતુ જે સુવાની એક્ટિંગ કરે, ન સમજવાની એક્ટિંગ કરે તેને તમારા સમજાવવાથી કોઈ ફર્ક નહીં પડે ? આ એજ આતંકી છે જે CAAથી એક પણ વ્યક્તિની નાગરિકતા ગઈ નથી પરંતુ લોહીની નદીઓ વહાવી દીધી. ”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement