શોધખોળ કરો
Advertisement
‘તારક મહેતા…’માં દયાબેને શૂટ કર્યો સ્પેશિયલ સીન, પણ તેના કમબેકને લઈને પતિએ કાઢી રોન, જાણો શું કર્યો ખુલાસો.....
બીજી બાજુ શોના મેકર્સ આસિત મોદી દિશાના નાનકડા પોર્શન પર પણ ખુશ છે.
મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચસ્મામાં દયાબેનની એન્ટ્રીને લઈને ચર્ચા ગરમ છે. શોના મેકર અસિત કુમાર મોદીએ દિશા વાકાણીની એન્ટ્રી કન્ફર્મ કરી હતી. હવે દિશા વાકાણીના પતિ મયૂર પંડ્યાએ તેના શોમાં એન્ટ્રીને લઈને પોતાનું નિવેદન આપ્યું છે.
બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીતમાં મયૂરે કહ્યું કે, ‘દિશાએ એપિસોડ માટે એક પોર્શન શૂટ કર્યું છે, પરંતુ મેકર્સ સાથે અમારી વાતચીતનું હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી. તો હાલમાં દિશા શોમાં સંપૂર્ણ રીતે વાપસી નથી કરી રહી. મને આશા છે કે, અમે કોઈ ચોક્કસ સમાધાન પર પહોંચીશું.’
બીજી બાજુ શોના મેકર્સ આસિત મોદી દિશાના નાનકડા પોર્શન પર પણ ખુશ છે. તેમને આશા છે કે, દિશા ટૂંકમાં જ સોમાં ફરીથી એન્ટ્રી કરસે અને હંમેશા માટે તારક મેહતા જોઈન કરશે. આસિતનું મોદીએ કહ્યું કે, હાલમાં અમારી વાતચીત ચાલુ છે. અમે ટૂંકમાં જ કોઈ સમાધાન તરફ આગળ વધશું. અમે લાંબા સમયથી દિશા સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેવું મે આગળ પણ વાત કરી હતી કે કોઈ કેરેક્ટર એ શોથી મોટું ન હોઈ શકે.
પહેલા અહેવાલ હતા કે દિશા શોમાં નવરાત્રિ પર એન્ટ્રી કરવાની છે. પરંતુ હવે દિશાના પતિ મયુરના નિવેદન બાદ ફરીથી દિશાની વાપસીને લઈને લોકોને શંકા છે. દિશા વાકાણી 2017થી શોમાંથી ગાયબ છે. તે મેટરનિટી લીવ પર ગયા પછી પરત ફરી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement