શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ મામલે સારા, રકુલ અને શ્રદ્ધા બાદ NCBની તપાસમાં વધુ એક અભિનેત્રીનું નામ સામે આવ્યું, જાણો
અત્યાર સુધીની તપાસમાં બોલીવૂડની ઘણી હસ્તીઓના નામ સામે આવ્યા છે જેમને તપાસ માટે સમન્સ આપી બોલાવવામાં આવશે.
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ મામલે ચાલી રહેલી તપાસમાં ઘણા ચોંકવનારા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં બોલીવૂડની ઘણી હસ્તીઓના નામ સામે આવ્યા છે જેમને તપાસ માટે સમન્સ આપી બોલાવવામાં આવશે. ત્યારે આ કેસમાં વધુ એક બોલીવૂડ એક્ટ્રેસનું નામ સામે આવ્યું છે. સાથે જ કેટલીક ચેટ સામે આવી છે.
સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ,શ્રદ્ધા કપૂર અન ડિઝાઈન સિમોન ખંબાટા આ એ નામ છે જે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યા છે. એનસીબીના સૂત્રોનું માનીએ તો વધુ એક અભિનેત્રીનું નામ આ કેસમાં સામે આવી રહ્યું છે. તપાસ દરમિયાન એનસીબીને જયા શાહ અને એ અભિનેત્રીની એક ચેટ હાથમાં આવી છે. આ ચેટથી ખુલાસો થયો છે કે બોલીવૂડની એ અભિનેત્રી ડ્રગ્સનો ઉપયોગ કરી રહી હતી. આ અભિનેત્રીનું નામ N થી શરૂ થાય છે. એબીપી ન્યૂઝને આ ચેટની કોપી મળી છે જેમાં જયા ડ્રગ્સને લઈ અભિનેત્રી સાથે વાત કરી રહી છે.
N- તે મને વાયદો કર્યો હતો કે મને સારુ MD(ડ્રગ્સ) બોમ્બેમાં આપીશ અને આપણે સાથે પાર્ટી કરશું.
ફરી પૂછ્યું
N- જ્યારે હું બીજી વખત આવીશ
ફરી પૂછ્યું
મને ખરેખર એક બ્રેકની જરૂર છે
જેને જયા તરફથી આ જવાબ આપવામાં આવ્યો.
J-તું મને એક પેડલર બનાવી રહી છો.
J- છતા તારી આશા મારા માટે કમાન્ડ છે.
એટલું જ નહી એનસીબીને જયાની વધુ એક ચેટ મળી છે અને આ બીજી ચેટ જયા અને શ્રદ્ધા કપૂર વચ્ચેની છે. જેમાં પણ ડ્રગ્સને લઈને વાત કરવામાં આવી રહી છે.
જયા લખે છે-
J- જ્યારે તું નીચે આવ ત્યારે ફોન કર, હું નીચે આવીશ અને તને આપીશ.
ફરી જયા કહે છે-
J- હલ્લો, હું આજે CBD ઓઈલ જિંદલ સાથે મોકલી રહી છું.
શ્રદ્ધા જવાબ આપે છે.......
S-Hey થેક્યૂં
જયા સ્માઈલ આપે છે જવાબમાં
J-????
શ્રદ્ધા કહે છે
S-સાંભળો, હું હાલ પણ SLB સાથે મળવા ઈચ્છું છું.
જે રીતે આ કેસમાં તપાસ આગળ વધી રહી છે તેમ તમામ ખુલાસાઓ થઈ રહ્યા છે. આ પહેલા એનસીબીએ જે બોટમેનનું નિવેદન લીધુ હતું અને એ નિવેદનમાં પણ તેણે સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રિયાનું નામ લીધુ હતું. પોતાના નિવેદનમાં બોટમેને ખુલાસો કર્યો હતો કે સુશાંત લોનાવાલા ફોર્મ હાઉસ આવતા હતા અને બોટમાં બેસી પોતાના મિત્રો સાથે પાવના લેક થતા ટાપૂ પર જતા અને ત્યાં ડ્રગ્સ પાર્ટી થતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
ધર્મ-જ્યોતિષ
Advertisement