ઉમેદ ભવન પેલેસને પબ્લિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પેલેસની બહાર એક નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. જેમાં લખ્યું છે કે ઉમેદ ભવન પેલેસ મ્યુઝિયમ 29-11-2018થી લઈ 03-12-2018 સુધી દર્શકો માટે બંધ રહેશે.
2/4
રિપોર્ટ પ્રમાણે મેહરાનગઢ કિલ્લા સુધી જવા માટે પ્રિયંકાએ પોલીસ સુરક્ષા માંગી હતી. આ માટે તેણે ખાનગી સિક્યોરિટી એજન્સી પણ રાખી લીધી હતી. પરંતુ પોલીસે આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરીને એક્ટ્રેસને સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યો હતો. તેથી હવે પ્રી-વેડિંગ અને વેડિંગના તમામ ફંક્શન ઉમેદ ભવન પેલેસમાં જ થશે.
3/4
પ્રયિંકા-નિકનું સંગીત ફંક્શન જોધપુરના મેહરાનગઢ કિલ્લામાં થાય તેવી ચર્ચા હતી. પરંતુ હવે મળેલા અહેવાલ મુજબ સુરક્ષાના કારણોસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા-નિકનું પ્રી વેડિંગ ફંક્શન પણ હવે ઉમેદ ભવનમાં થશે.
4/4
મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ગ્લોબલી ટ્રેંડિંગ કપલ છે. બંનેના શાહી લગ્નની તૈયારીઓ જોધપુરમાં ચાલી રહી છે. 2 ડિસેમ્બરના રોજ તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં આલીશાન લગ્ન થશે. હાલ કપલના પ્રી વેડિંગ સેરેમનીને લઈ અહેવાલ સામે આવ્યો છે.