Filmy Story : ...અને Jr NTRને જોવા એટલા તો ચાહકો આવ્યા કે 10 ટ્રેનો દોડાવવી પડેલી
જુનિયર એનટીઆરને ભલે શરૂઆતમાં પિતા કે દાદા એનટીઆરના કારણે ફિલ્મોમાં તક મળી હોય, પરંતુ તે પછી તેણે પોતાના જોરે પોતાની ઓળખ બનાવી.
South Indian Actor Jr NTR : નંદમુરી તારકા રામા રાવ જુનિયર એટલે કે જુનિયર એનટીઆર... એ જ અભિનેતા જેણે આ વર્ષે પણ ઓસ્કાર જીત્યો છે. જુનિયર એનટીઆર તેલુગુ સિનેમાના સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સમાંના એક છે. તેમના પિતા નંદામુરી હરિકૃષ્ણા જાણીતા અભિનેતા અને નેતા હોવા છતાં, જુનિયર એનટીઆરએ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ચાહકો જુનિયર એનટીઆર માટે એટલા ક્રેઝી છે કે, એકવાર તેમને જોવા માટે એટલી ભીડ એકઠી થઈ ગઈ કે રાજ્ય સરકારે 10 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની ફરજ પડી. અમે તમને આ કિસ્સો 'વાઉ વેન્સડે' સીરીઝમાં જણાવવા જઈ રહ્યા છીએ.
જુનિયર એનટીઆરને ભલે શરૂઆતમાં પિતા કે દાદા એનટીઆરના કારણે ફિલ્મોમાં તક મળી હોય, પરંતુ તે પછી તેણે પોતાના જોરે પોતાની ઓળખ બનાવી. આજે પણ જુનિયર એનટીઆર પોતાની ક્ષમતાના જોરે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અડીખમ ઉભો છે. તેની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. જુનિયર એનટીઆરના દાદા એનટી રામારાવ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને ભૂતપૂર્વ તેલુગુ અભિનેતા હતા.
2004માં ઘટી હતી આ ઘટના
આ ફેન ફોલોઈંગ 19 વર્ષ પહેલા એટલે કે, 2004માં જોવા મળી હતી. તે દરમિયાન જુનિયર એનટીઆરની ફિલ્મ 'આંધ્ર વાલા' રીલિઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ પહેલા ઓડિયો રિલીઝ ઈવેન્ટ યોજાઈ હતી. જુનિયર એનટીઆર, કોઈને અંદાજ ન હતો કે લાખોની ભીડ વચ્ચે ઇવેન્ટમાં પહોંચી જશે. જુનિયર એનટીઆરએ 'ધ કપિલ શર્મા શો'માં આ વિશે ફોડ પાડ્યો હતો.
10 લાખ ફેન્સ ઉમટી પડ્યા ને 10 સ્પેશિયલ ટ્રેનો દોડાવવી પડી
જુનિયર એનટીઆરએ કહ્યું હતું કે, લગભગ 10 લાખ ચાહકો તેમની ફિલ્મના ઑડિયો લૉન્ચ ઇવેન્ટમાં તેમને જોવા માટે આવ્યા હતા. ત્યારબાદ સરકારે ચાહકો માટે અલગથી 10 સ્પેશિયલ ટ્રેનો ચલાવવી પડી હતી. અભિનેતાના કહેવા પ્રમાણે, સારી વાત એ હતી કે તે સમયે ન તો કોઈ ઝપાઝપી થઈ હતી કે ન તો કોઈ અકસ્માત કે નાસભાગની ઘટના ઘટી. જુનિયર એનટીઆર પોતે આશ્ચર્યચકિત હતા કે, તેમના માટે ચાહકોની આટલી મોટી ભીડ એકઠી થઈ હતી. જો કે, 2015માં જુનિયર એનટીઆર ફિલ્મની ઇવેન્ટ દરમિયાન એક ચાહકનું મૃત્યુ થયું હતું. ત્યારથી જુનિયર એનટીઆરએ તે ફેન્સના પરિવારની જવાબદારી પોતાના માથે લીધી છે.
ચાઈલ્ડ આર્ટિસ્ટથી ડેબ્યુ કરનાર આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળેલો
જુનિયર એનટીઆરએ બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે તે 8 વર્ષનો હતો. આઠ વર્ષની ઉંમરે, જુનિયર એનટીઆરએ દાદાની ફિલ્મ 'બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર'માં અભિનય કર્યો હતો. ત્યાર બાદ તે ફિલ્મ 'રામાયણમ'માં રામના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
RRRએ પાન ઇન્ડિયાને સ્ટાર બનાવ્યું
મોટા થયા બાદ જુનિયર એનટીઆરએ 2001માં ફિલ્મ નિન્નુ ચુડાલાનીમાં અભિનય કર્યો હતો. આટલા વર્ષોમાં જુનિયર એનટીઆરએ જબરદસ્ત ફેન ફોલોઈંગ બનાવી લીધી હતી. 2001માં જ જુનિયર એનટીઆરની 'સ્ટુડન્ટ નંબર 1' રિલીઝ થઈ હતી, જેના કારણે તે સ્ટાર બન્યો હતો. આ પછી અભિનેતાએ 'આદી', 'સિમહાદ્રી', 'બાદશાહ', નન્નાકુ પ્રેમથો, 'જય લવ કુશ' અને અરવિંદા સમેથા વીરા રાઘવ જેવી ફિલ્મો કરી. RRRએ તેને સમગ્ર ભારતનો સ્ટાર બનાવ્યો. આ ફિલ્મના ગીત 'નાચો નાચો'માં તેમનો અને રામ ચરણનો દમદાર ડાન્સ ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ગીતે ઓસ્કાર એવોર્ડ પણ જીત્યો હતો.