શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી કંગના રનૌત સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો
કોર્ટે કહ્યું કે ફરિયાદકર્તાએ સીઆરપીસીની કલમ 156(3) મુજબ ફરિયાદ દાખલ કરી છે.
કર્ણાટકના તુમકુરૂ જિલ્લમાં અભિનેત્રી કંગના રનૌત સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ અધિકારીએ તેની જાણકારી આપી છે. કંગના સામે તેના એક ટ્વિટને લઈને શુક્રવારે એક કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.
તુમકુરૂના પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટે વકીલ રમેશ નાઈક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના નિરીક્ષખને કંગના રનૌત સામે પ્રાથમિક ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો.
કોર્ટે કહ્યું કે ફરિયાદકર્તાએ સીઆરપીસીની કલમ 156(3) મુજબ ફરિયાદ દાખલ કરી છે. જણાવી દઈએ કે પીએમ મોદીએ હાલમાં જ લાગુ કરવામાં આવેલા કૃષિ બિલના સંબંધમાં એક ટ્વિટ કર્યું હતું.
આ ટ્વિટને રીટ્વિટ કરતા કંગના રનૌતે કહ્યું હતું, 'પ્રધાનમંત્રી જી, કોઈ સુઈ રહ્યું હોય તેને જગાવી શકાય છે, જેને ગેરસમજ હોય તેને સમજાવી શકાય પરંતુ તે સુવાનું નાટક કરે, ન સમજવાનું નાટક કરે તેને તમારા સમજાવવાથી શુ ફર્ક પડશે? આ એજ આતંકી છે. સીએએથી એક પણ વ્યક્તિની નાગરિક્તા નથી ગઈ પરંતુ એમણે લોહીની નદીઓ વહેતી કરી દિધી છે.'
નાઈકે કહ્યું આ ટ્વિટથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે, ત્યારબાદ તેણે અભિનેત્રી કંગના રનૌત સામે પ્રાથમિક ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion