(Source: ECI/ABP News/ABP Majha)
ભરપેટ ખાઇ છે મીઠાઇ છતાં પણ ગૌહર ખાન રહે છે ફિટ, એકટ્રેસનો આ છે ફિટનેસ મંત્ર
ફેમસ એક્ટ્રેસ ગૌહરખાન ભરપેટ સ્વીટ ખાઇ છે તેમ છતાં પણ ફિટ રહે છે. શું છે આ એક્ટ્રેસનો ફિટનેસ મંત્ર, જાણીએ
મશહૂર એક્ટ્રેસ ગૌહરખાન હાલ તેના પતિ જૈદ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ફેમસ એક્ટ્રેસ ગૌહરખાન ભરપેટ સ્વીટ ખાઇ છે તેમ છતાં પણ ફિટ રહે છે. શું છે આ એક્ટ્રેસનો ફિટનેસ મંત્ર, જાણીએ
એક્ટ્રેસ ગોહરખાન ફિલ્મોમાં ખાસ કમાલ ન દેખાડી શકી પરંતુ તે તેના લુક્સ અને અનોખા અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ગૌહર ખાનની બેસ્ટ ફિટનેસ માટે પણ ખૂબ પ્રશંસા થાય છે. દરેક લોકો જાણવા ઇચ્છે છે કે તેના સ્લિમ એન્ડ ફિટ ફિગરનું રાજ શું છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે, તે સ્વીટ ખાવાની શોખીન છે. તે સ્વીટ ખાવાના મન પર કાબૂ નથી રાખી શકતી. તેમ છતાં પણ તેની ફિટનેસને જોઇને આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.
બિગ બોસ-7 બાદ મશહૂર થનાર એક્ટ્રેસ ગૌહરખાન મીઠાઇની દિવાની છે. જો કે ગૌહર ભરપેટ મીઠાઇ ખાધા બાદ જિમમાં વધુ સમય વિતાવે છે. આ વાતનો ખુલાસો તેમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં કર્યો હતો. તેમના સવારની શરૂઆત સૂકામેવા અને દૂધથી થાય છે. તે બપોરે માત્ર સલાડ અને ચિકન લેવાનું પસંદ કરે છે. આ સાથે બપોરના લંચમાં ગ્રીન વેજિટેબલ પણ લે છે. તે એક સાથે ન ખાઇને થોડા- થોડા સમયના અંતરે જ ખાવાનું પસંદ કરે છે.
ગૌહર સ્વીટ ભરપેટ લે છે પરંતુ તે સ્પાઇસી અને તળેલી અન્ય વસ્તુથી દૂર રહે છે. લંચ બાદ જો વચ્ચે ભૂખ લાગે તો તે પૌહા લેવાનું પસંદ કરે છે. સાંજે સાત વાગ્યાની આસપાસ તે ફળો ખાય છે અને તે ડિનર આઠની આસપાસ કરી લેવાનો આગ્રહ રાખે છે. ડિનરમાં ગૌહર વધુ કાર્બ્સ અને પ્રોટીન લે છે. તે જંકફૂડથી દૂર રહે છે. ગૌહર હાઇડ્રેઇટ રહેવા માટે ફ્રૂટ જ્યુસ, નારિયેળ પાણી, ગ્રીન ટી, લેવાનું પસંદ કરે છે. આ રીતે તે ખુદને હાઇડ્રેટ રાખે છે.