શોધખોળ કરો

OTT March Release: માર્ચ મહિનામાં OTT પર મળશે ક્રાઈમ, રોમાન્સ અને થ્રિલરનો સંપૂર્ણ ડોઝ, નવી ફિલ્મો અને સીરિઝ થશે રિલીઝ

OTT March Release: માર્ચ મહિનામાં OTT પ્લેટફોર્મ પર એક કરતાં વધુ ફિલ્મો અને સીરિઝ ધમાકો કરવાની છે. જેમાં મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોરની ફેમિલી ડ્રામા સિરીઝ ગુલમોહરનો સમાવેશ થાય છે.

OTT March Release: માર્ચ મહિનો OTT પર મનોરંજનથી ભરેલો રહેશે. આ મહિનામાં ઘણી એક્શન, ક્રાઈમ અને રોમાન્સથી ભરપૂર ફિલ્મો અને સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. ઐતિહાસિક ડ્રામા 'તાજઃ ડિવાઈડેડ બાય બ્લડ' ZEE5 પર રિલીઝ થશે, ત્યારબાદ તમે Disney + Hotstar પર ફેમિલી ડ્રામા 'ગુલમોહર'નો આનંદ માણી શકશો. આ દરમિયાન 'વૉલ્ટેયર વીરૈયા' અને 'થલાઈકૂથલ' બંને આ અઠવાડિયે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે. ચાલો આપણે જાણીએ કે માર્ચ મહિનામાં OTT પર બીજી કઈ સીરિઝ અને ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.

'અલોન'

મોહનલાલ સ્ટારર ફિલ્મ 'અલોન'ની વાર્તા કાલિદાસની આસપાસ ફરે છે, જે રોગચાળા દરમિયાન કોઈમ્બતુરથી કેરળ જતા માર્ગમાં ફસાયેલા છે. તે 3 માર્ચે ડિઝની+ હોટસ્ટાર પર હિન્દી, તમિલ અને તેલુગુમાં સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

ક્રિસ રોક: 'સિલેક્ટિવ આઉટરેજ'

ઈતિહાસમાં પ્રથમ વખત, Netflix વિશ્વવ્યાપી શોનું લાઈવ પ્રસારણ કરશે જેમાં ક્રિસ રોક 'સિલેક્ટિવ આઉટરેજ'માં સ્ટેન્ડ-અપ કોમેડી પરફોર્મ કરી રહ્યો છે અને કોમેડીમાં વોટરશેડ મોમેન્ટને હાઈલાઈટ કરશે. 5 માર્ચે તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

'ગુલમોહર'

પદ્મ ભૂષણ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર 'ગુલમહોર'થી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. સુરજ શર્મા અને સિમરન પણ રાહુલ ચિત્તેલાના મલ્ટી-જનરેશનલ ડ્રામા માટે સ્ટાર-સ્ટડેડ કાસ્ટનો ભાગ છે. આ ફિલ્મ રાહુલ ચિત્તેલા અને અર્પિતા મુખર્જીએ લખી હતી. તે 3 માર્ચે Disney + Hotstar પર રિલીઝ થશે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી પણ મહત્વના રોલમાં છે.

'તાજઃ ડિવાઈડેડ બાય બ્લડ'

પીરિયડ ડ્રામા 'તાજઃ ડિવાઈડેડ બાય બ્લડ' ZEE5 પર 3 માર્ચે સ્ટ્રીમ થશે. 10-એપિસોડની સીરિઝમાં પીઢ કલાકારો ધર્મેન્દ્ર, નસીરુદ્દીન શાહ અને અદિતિ રાવ હૈદરી છે. નસીરુદ્દીન શાહે આ સીરિઝમાં અકબરની ભૂમિકા ભજવી છે અને તે મુઘલ સામ્રાજ્ય પર આધારિત છે.

વારિસુ

વારિસુ 8 માર્ચે એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમિંગ કરશે. આ ફિલ્મમાં થલપથી વિજય અને રશ્મિકા મંદાનાની જોડી જોવા મળશે. આ ફિલ્મ 11 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

રાણા નાયડુ

રાણા દગ્ગુબાતી સ્ટારર ફિલ્મ રાણા નાયડુ 10 માર્ચે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ સિરીઝમાં રાણા દગ્ગુબાતીએ સેલિબ્રિટી ફિક્સરની ભૂમિકા ભજવી છે.

બ્લેક એડમ

ધ રોક ફેમ એક્ટર ડ્વેન જોન્સનની ફિલ્મ બ્લેક એડમ 15 માર્ચે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર હિન્દીમાં ઉપલબ્ધ થશે.

ચોર નિકલ કે ભાગા

યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ચોર નિકાલ કે ભાગા નેટફ્લિક્સ પર 24 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મમાં યામીએ એર હોસ્ટેસની ભૂમિકા ભજવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget