સોનિયા કપૂર ટેલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે કૈસા યે પ્યાર હૈ, જુગની ચલી જલંધર, યહ બોસ, રિમિક્સ જેવી અનેક ટીવી સીરિયલમાં જોવા મળી હતી. એવા અહેવાલો છે કે હિમેશ અને સોનિયા છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતદાં. બોલિવૂડ લાઈફના અહેવાલ મુજબ મહેંદીની રસમ બે દિવસ પહેલા થઈ હતી અને આજે સાંજે રિસેપ્શન પાર્ટી થશે.
2/4
નોંધનીય છે કે, હિમેશ રેશમિયાના આ બીજા લગ્ન છે. અગાઉ તેના લગ્ન કોમલ સાથે થયા હતાં પહેલી પત્ની સાથે 22 વર્ષ સંબંધમાં રહ્યાં બાદ છૂટાછેડા આપ્યાં. ગત વર્ષે જ હિમેશના ડિવોર્સ થયા. એવા અહેવાલો પણ હતાં કે સોનિયા સાથે ખુબ નીકટતા હોવાના કારણે જ હિમેશના લગ્નમાં ભંગાણ પડ્યું હતું.
3/4
હિમેશ રેશમિયાના લગ્નની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ આપી હતી. તેણે આ પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે, હિમેશ રેશમિયા આજે રાત્રે સોનિયા કપૂર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નમાં સામાન્ય રીતે કરવામાં હશે અને તેમાં હિમેશના પરિવારના સભ્ય અને નજીકના મીત્રો સામેલ થશે.
4/4
નવી દિલ્હીઃ સોનમ કપૂર અને નેહા ધૂપિયા બાગ હિમેશ રેશમિયા પણ લગ્ન કરી લીધા છે. અહેવાલ મળી રહ્યા છે કે મ્યૂઝિક ડાયરેક્ટર-એક્ટર હિમેશ રેશમિયા પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે લગ્ન કરી લીધા છે. લોખંડવાલા સ્થિત હિમેશના ઘરે સાદાઈથી ગુજરાતી અંદાજમાં લગ્ન કરવામાં આવ્યા છે.