શોધખોળ કરો
Advertisement
એક્ટરે હોટલમાં 5,600 રૂપિયાના બીલ પર 1.4 લાખ રૂપિયાની ટિપ આપી દીધી, બિલની તસવીર થઈ વાયરલ
ડોની વોલબર્ગે ન્યૂ યરના અવસર પર એક રેસ્ટોરાંની વેટ્રેસને બિલની સાથે ભારે ભરખ ટિપ આપી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
નવી દિલ્હીઃ તમે ઘણી વખત જોયું હશે કે સેલેબ્સ અનેક ચેરિટીના કામો કરતા હોય છે. ઘણી વખત પોતાની ચેરિટીને લઈને તે ચર્ચામાં પણ આવી જતા હોયછે, પરંતુ હાલમાં એક હોલિવૂડ એક્ટર હોટલમાં બિલની સાથે આપવામાં આવેલ ટિપને કારણે ચર્ચામાં છે. આમ તો હોટલમાં ટિપ આપવી એ સામાન્ય વાત છે, પરંતુ હોલિવૂડ એક્ટર અને સિંગર ડોની વોલબર્ગે જે ટિપ આપી છે, તે ઘણી જ ચોંકાવનારી છે.
ડોની વોલબર્ગે ન્યૂ યરના અવસર પર એક રેસ્ટોરાંની વેટ્રેસને બિલની સાથે ભારે ભરખ ટિપ આપી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. સાથે જ તે બિલ પણ વાયરલ થયું છે જેની સાથે એક્ટરે ટિપ આપી છે અને પોતાનો મેસેજ લખ્યો છે. ડોનીએ ન્યૂ યરના અવસ પર એક રેસ્ટોરાંમાં અંદાજે 5600 રૂપિયાના બિલની સાથે 1.4 લાખ રૂપિયાની ટિપ આપી હતી.
આ વાતની માહિતી ડોનીની પત્ની જેનીએ સોશિયલ મીડિયા પર આપી છે. તેને એક ફોટો શેર કર્યો છે. જે એક બિલનો છે. જેમાં ડોનીએ $78(5600 રૂપિયા) ના બિલ પર આ ટિપ આપી છે. જોકે એવા અનુમાન પણ લગાવવામાં આવી રહ્યા છે કે ઇન્ટરનેટ ટ્રેન્ડ 2020 ટિપ ચેલેન્જનો આ એક હિસ્સો છે. રેસ્ટોરન્ટમાં ડેની સાથે તેની પત્ની જેની પણ સાથે હતી. બંને ભારતીય ચલણ મુજબ 5600 રૂપિયાનું ખાવાનું ખાદ્યું અને વેટ્રેસને 1.4 લાખ રૂપિયાની ટિપ આપી દીધી. આ કપલે બિલ પર વેટ્રેસ માટે એક પ્રેમ ભર્યો મેસેજ પણ લખ્યો. તેમને બિલ પર ‘હેપ્પી ન્યૂ યર’ લખીને ટિપ આપી.. @DonnieWahlberg starting 2020 off like the amazing man he is. #ihop #2020tipchallenge 🥰 pic.twitter.com/AjAEN0hqL6
— Jenny McC-Wahlberg (@JennyMcCarthy) January 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement