શોધખોળ કરો
જીમમાં કસરત કરતાં ઋત્વિકની બૉડી-મસલ જોઇને એક્સ વાઇફ સુઝૈન થઇ ગઇ ફિદા, કરી દીધી કંઇક આવી કૉમેન્ટ, જુઓ વીડિયો
ઋત્વિક લાંબા સમયથી જીમથી દુર હતો તેનું કારણ છે તેની ફિલ્મ 30. આ ફિલ્મમાં ઋત્વિકને પોતાના સિક્સ પેકના બદલે એક સામાન્ય માણસના જેવા દેખાવવાનું હતું

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર ઋત્વિક રોશને તાજેતરમાં જ એક એક્સરસાઇઝ કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઋત્વિક જીમમાં પરસેવો પાડતો દેખાઇ રહ્યો છે. ઋત્વિકનો આ વીડિયો તેની એક્સ વાઇફ સુઝૈનને એટલો બધો પસંદ આવી ગયો કે તેને કૉમેન્ટમાં હૉટ લખી દીધુ. તેને લખ્યું કે, 20 વર્ષ પહેલા પણ તમે આટલા હૉટ ન હતા લાગતા જેટલા અત્યારે લાગો છો. આ કૉમેન્ટથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યાં છે.
ઋત્વિકએ જીમનો આ વીડિયો શેર કરતાં લખ્યુ કે, ક્યારેય ન હતુ વિચાર્યુ કે આટલુ ચેલેન્જિંગ હશે. ખરેખરમાં ઋત્વિક લાંબા સમયથી જીમથી દુર હતો તેનું કારણ છે તેની ફિલ્મ 30. આ ફિલ્મમાં ઋત્વિકને પોતાના સિક્સ પેકના બદલે એક સામાન્ય માણસના જેવા દેખાવવાનું હતું. એટલે તે જીમમાં જવાનું ટાળતો હતો. જોકે, હવે ફરીથી ફિટનેસ મેળવવા માટે જીમમાં પરસેવો પાડવા લાગ્યો છે. તેના માટે આ એક ચેલેન્જ સમાન છે.
નોંધનીય છે કે, ઋત્વિક રોશન અને એક્સ વાઇસ સુઝૈન ખાને 2014માં તલાક લઇ લીધા હતા. તલાક બાદ બન્ને એકબીજાના સારા દોસ્ત બનીને રહે છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
