શોધખોળ કરો
Advertisement
Confirm: ‘દોસ્તાના 2’માં કાર્તિક આર્યન સાથે આ એક્ટ્રેસ જોવા મળશે, કરણ જૌહરે કરી જાહેરાત
‘દોસ્તાના’ના ડાયરેક્ટર તરૂણ મનસુખાનીએ કહ્યું હતું કે, હવે દોસ્તાના-2ના ડાયરેક્શનની જવાબદારી કોલિન ડી કુન્હાને મળીછે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા, અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ સ્ટારર સુપર હિટ ફિલ્મ દોસ્તાનાની રિલીઝના લગભગ 11 વર્ષ બાદ હવે તેની સીક્વલની જાહેરાત કરવામાં આવી છે. કરણ જૌહરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ફેન્સને આ જાણકારી આપી છે કે આ ફિલ્મમાં જાન્હવી કપૂર અને કાર્તિક આર્યન સાથે જોવા મળશે. આ બન્ને ઉપરાંત ત્રીજો એક્ટર પણ હશે, જેના નામની જાહેરાત બાકી છે.
તમને જણાવીએ કે, ‘દોસ્તાના’ના ડાયરેક્ટર તરૂણ મનસુખાનીએ કહ્યું હતું કે, હવે દોસ્તાના-2ના ડાયરેક્શનની જવાબદારી કોલિન ડી કુન્હાને મળીછે. ફિલ્મનું નિર્માણ કરણ જૌહરના પ્રોડક્શન હાઉસ ધર્મા મૂવીઝ બેનર હેઠળ થશે.
તમને જણાવીએ કે, ઘણાં સમયથી દોસ્તાના-2ને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો હતો. આ ફિલ્મની કાસ્ટને લઈને પણ અનેક અહેવાલો સામે આવ્યા હતા. હાલમાં કરણ જૌહરે એક પોસ્ટ શેર કરીને અટકળોનો બળ આપ્યું હતું. જોકે આજે સવારે જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફિલ્મને લઈને લગાવવામાં આવેલ તમામ અટકલોનો અંત લાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement