‘તારા હોઠ સેક્સી છે, એવું થાય ને કે તને Kiss કરી લઉ...’: તારક મહેતાની એક્ટ્રેસે અસિત મોદી પર લગાવ્યો ગંભીર આરોપ, બબીતાજી સપોર્ટમાં....
એક્ટ્રેસના જણાવ્યા અનુસાર, વર્ષ 2018 થી 2023 દરમિયાન અસિત મોદીએ તેમની સાથે ઘણી વાર અયોગ્ય વર્તન કર્યું, જેમાં 'પકડીને તને કિસ કરી લવ?' જેવી ટિપ્પણીઓ પણ શામેલ હતી.
ટીવીના લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 17 વર્ષ પૂર્ણ કરી ચૂક્યો છે અને હજુ પણ TRP ચાર્ટમાં ટોચ પર છે. જોકે, શોના નિર્માતા અસિત કુમાર મોદી વિવાદોમાં ઘેરાયા છે. શોમાં 'શ્રીમતી રોશન સોઢી'નું પાત્ર ભજવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ તેમના પર ગંભીર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. 2023 માં શો છોડ્યા બાદ જેનિફરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે 2018 અને 2019 માં અસિત મોદીએ તેમની સાથે અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી, જેમાં 'જો તમે અહીં હોત, તો હું તમને ગળે લગાવી લેત' અને 'એવું થાય કે પકડીને તને કિસ કરી લવ' જેવી વાતો શામેલ છે. જેનિફરના મતે, 'બબીતાજી' એટલે કે મુનમુન દત્તાએ પણ આ મામલે અસિત મોદીને ઠપકો આપ્યો હતો.
જેનિફર મિસ્ત્રી બંસીવાલાના ગંભીર આરોપો
2023 માં શો છોડ્યા બાદ જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ તાજેતરમાં પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યુમાં વર્ષ 2018 માં બનેલી એક ઘટના વિશે વાત કરી. જેનિફરના જણાવ્યા અનુસાર, તેમનો શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી સાથે ઝઘડો થયો હતો, જ્યારે તે ફોન પર તેમની સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા. મદદ માટે તે અસિત મોદી પાસે ગયા, પરંતુ તેમનો જવાબ સાંભળીને જેનિફર આશ્ચરયચકિત થઈ ગયા.
અસિત મોદીની અયોગ્ય ટિપ્પણીઓ
જેનિફરે વર્ષ 2022 ની એક ઘટના યાદ કરી, જ્યારે તેમને સ્વિટ્ઝર્લૅન્ડ જવામાં વિઝાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો કારણ કે શોના નિર્માતાઓ તેમને લેખિતમાં આપતા નહોતા કે તેઓ ત્યાં કામ કરે છે. આ દરમિયાન તેમને અસિત મોદીનો ફોન આવ્યો. જેનિફરે જણાવ્યું કે ફોન કોલ દરમિયાન ઘણી બધી ખોટી વાતો કહેવામાં આવી હતી. તેઓ રડવા લાગ્યા અને કહ્યું કે, "સાહેબ કૃપા કરીને હું 10 વર્ષથી કામ કરી રહી છું. મેં જે પૈસા બચાવ્યા છે, તે હું 10 લાખ રૂપિયા ખર્ચ કરી રહી છું કારણ કે મારે મારા પરિવાર સાથે સ્વિટ્ઝર્લૅન્ડ જવું છે."
જેનિફરના કહેવા અનુસાર, અસિત મોદીએ તેમને કહ્યું હતું - 'તમે કેમ રડી રહ્યા છો? જો તમે અહીં હોત, તો હું તમને ગળે લગાવી લેત. પરંતુ તમને મારી પરવા નથી.' જોકે, પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે તે મજાક કરી રહ્યા હતા. પરંતુ આવી વાતો ઘણી વખત કહેવામાં આવી હતી.
સિંગાપોરની ઘટના: 'શું મારે તમને પકડીને ચુંબન કરવું જોઈએ?'
આ સમય દરમિયાન, જેનિફરને 2019 માં સિંગાપોરમાં બનેલી એક ઘટના પણ યાદ આવી, જ્યારે શોની આખી ટીમ ત્યાં ગઈ હતી. અભિનેત્રીએ દાવો કર્યો કે અસિત મોદીએ તેમને વ્હિસ્કી પીવા માટે સિંગાપોરમાં તેમના રૂમમાં બોલાવી હતી. જોકે, તેમણે આખી વાતને અવગણી. જેનિફરે એમ પણ કહ્યું કે, બાવરી એટલે કે મોનિકા ભદૌરિયાને પણ આ જ વાત કહેવામાં આવી હતી.
જેનિફરે જે સૌથી ગંભીર આરોપ લગાવ્યો તે સિંગાપોરના ત્રીજા દિવસે બનેલી ઘટનાનો છે. તેમણે કહ્યું કે, અસિત મોદી તેમની નજીક આવ્યા અને કહ્યું - "તારા હોઠ ખૂબ જ સેક્સી છે, એવું થાય કે પકડીને કિસ કરી લઉ... "
'બબીતાજી'એ આપ્યો સપોર્ટ
જેનિફરે ખુલાસો કર્યો કે 'બબીતાજી' એટલે કે મુનમુન દત્તા તેમની ખૂબ સારી મિત્ર છે. તેમણે આ બધી વાતો મુનમુન દત્તાને કહી હતી. જેનિફરના મતે, અસિત મોદી મુનમુન દત્તાથી થોડા ડરે છે. આવી સ્થિતિમાં, મુનમુને નિર્માતાને ઠપકો આપ્યો અને કહ્યું - "તમે તેને ફક્ત એટલા માટે કેમ પરેશાન કરો છો કે તે વધારે બોલતી નથી? તેને પરેશાન ન કરો."





















