શોધખોળ કરો
વધુ એક બોલિવૂડ એક્ટર પત્નીને આપશે છૂટાછેડા, અઢી વર્ષના લગ્નનો આવશે અંત
અરૂણોદયે લખ્યું કે સમજદારી એ જ છે કે અમારે આગળ વધવું જોઇએ. મને લાગે છે કે અમે બંને વધુ સારુ ડિઝર્વ કરીએ છીએ.
![વધુ એક બોલિવૂડ એક્ટર પત્નીને આપશે છૂટાછેડા, અઢી વર્ષના લગ્નનો આવશે અંત jism 2 and blackmail actor arunoday singh announces separation from wife lee elton વધુ એક બોલિવૂડ એક્ટર પત્નીને આપશે છૂટાછેડા, અઢી વર્ષના લગ્નનો આવશે અંત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/13074316/1-jism-2-and-blackmail-actor-arunoday-singh-announces-separation-from-wife-lee-elton.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ફિલ્મ જિસ્મ-2, બ્લેકમેલ અને મોહનદોદડોમાં એક્ટિંગ કરનાર એક્ટર અરૂણોદય સિંહે પોતાની પર્સનલ લાઈફને લઈને ખુલાસો કર્યો છે. અરૂણોદય સિંહે પોતાના સોશિયલ એકાઉન્ટ પરથી પોતાની કેનેડિયન વાઈશ એલ્ટનથી અલગ થવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્ન તૂટવાની જાણકારી આપતી પોસ્ટ લખી છે.
અરૂણોદયે લખ્યું કે સમજદારી એ જ છે કે અમારે આગળ વધવું જોઇએ. મને લાગે છે કે અમે બંને વધુ સારુ ડિઝર્વ કરીએ છીએ. અમે આ સંવેદના અને ગરિમાની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરીશું. અરૂણઓદયની આ પોસ્ટ વાંચ્યા બાદ તેના ફોલોઅર્સ ખુબ જ દુખી છે. તેની આ પોસ્ટ પર ખુબ જ કોમેન્ટ આવી છે, જેમાં લોકોએ પોત-પોતાના દુખ વ્યક્ત કર્યા.
પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતાં અરૂણોદયએ કહ્યું કે અમે પ્રેમમાં ખુબ જ સારા હતા, પરંતુ હકીકતનો સામનો ન કરી શક્યા, અમારા તમામ પ્રયાસો, પ્રોફેશનલ વાતચીત અને અલગ રહેવાના પ્રયાસથી સંબંધિત ચાલી રહેલા એક પ્રયોગ છતા, ક્યાંય પણ એવું નથી લાગતુ કે જેનાથી અમારી વચ્ચે ઉભા થયેલા અંતરને દૂર અથવા ઓછું કરવામાં મદદ મળે.View this post on Instagram
![વધુ એક બોલિવૂડ એક્ટર પત્નીને આપશે છૂટાછેડા, અઢી વર્ષના લગ્નનો આવશે અંત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/13074324/2-jism-2-and-blackmail-actor-arunoday-singh-announces-separation-from-wife-lee-elton.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)