અભિનેત્રી કાજોલનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાજોલે તાજેતરમાં ઇન્ક્રેડિબલ્સ -2 નામની એનિમેટેડ ફિલ્મ માટે પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મ 22 જૂનના રોજ સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી રહી છે. એક મુલાકાતમાં કાજોલે જણાવ્યું હતું કે જો તેને તક મળશે તો તે ચોક્કસપણે કોઈ હોલિવૂડ ફિલ્મમાં કામ કરશે.
2/3
હાલ કાજોલ પોતાના કામમાં વ્યસ્ત છે. પ્રદીપ સરકારની ફિલ્મમાં તે જોવા મળશે. છેલ્લે તે તમિલ ફિલ્મ વીઆઈપી2માં જોવા મળી હતી.
3/3
મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કાજોલનો એક વિડિઓ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી કાજોલ અચાનક લપસીને ફ્લોર પર પડે છે. તેની બાજુમાં રહેલા બોડીગાર્ડનો શર્ટ પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ નિષ્ફળ જાય છે. એક ઇવેન્ટમાં કાજોલ ભાગ લેવા પહોંચી હતી ત્યારે આ ઘટના બની હતી.