શોધખોળ કરો
પોતાની ફિલ્મને સપોર્ટ ન કરવા પર આમિર ખાન-આલિયા ભટ્ટ પર ભડકી આ એક્ટ્રેસ
1/4

કંગનાએ જણાવ્યું કે, રાઝી જોયા પછી તેણે આલિયા અને મેઘના ગુલઝાર સાથે અડધા કલાક વાત કરી હતી. પરંતુ જ્યારે આલિયા અને મેઘનાનો વારો આવ્યો ત્યારે તેમણે સપોર્ટ ન કર્યો. કંગનાએ આમિર ખાન પર પણ આરોપ લગાવ્યો કે, જ્યારે તેની ફિલ્મ દંગલ અને સીક્રેટ સુપરસ્ટાર રિલીઝ થઈ હતી તો તે સ્ક્રીનિંગ માટે અંબાણી હાઉસ સુધી ગયા. પરંતુ તેની ફિલ્મના ટ્રાયલ માટે એક વખત પણ ન આવ્યા.
2/4

આલિયા વિશે કંગનાએ કહ્યું કે, યુવતીઓ મને ટ્રેલર મોકલે છે. આલિયાએ રાઝીનું ટ્રેલર મોકલ્યું હતું. મારી માટે તે આલિયા અથવા કરન જોહરની ફિલ્મ નહોતી, પરંતુ સહમત ખાનની ફિલ્મ હતી. એ યુવતી જેણે દેશ માટે બધુ કુર્બાન કરી દીધું.
Published at : 06 Feb 2019 07:43 AM (IST)
View More





















