કંગનાએ ખુદ જ નામ લેતા કહ્યું કે, હું રિતિક રોશનની વાત કરું છું અને તેની સાથે પણ કોઈએ કામ ન કરવું જોઈએ. કંગનાનું એવું માનવું છે કે, ફિલ્મ ઉદ્યોગમાં જાતીય શોષણના કિસ્સામાં આરોપીઓ વિરૂદ્ધ કામ કરવાની જરૂરત છે.
2/4
કંગનાએ રિતિક પર નિશાન સાધતા કહ્યું કે, એવા લોકને પણ સજા મળવી જોઈએ જે પત્નીને એક ટ્રોફીની જેમ રાખે છે, જ્યારે તેને પોતાના જીવનમાં સુંદર યુવાન યુવતીઓ જોઈએ, જેને તે ‘મિસ્ટ્રેસ રખેલ’ બનાવીને રાખે છે.
3/4
મીડિયા સાથે વાતચીતમાં કંગનાએ કહ્યું કે, ફિલ્મ ડાયરેક્ટર વિકાસ બહલની સાથે જે થઈ રહ્યું છે તે યોગ્ય થઈ રહ્યું છે, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એવા અનેક લોકો છે જે મહિલાઓની સાથે સારી રીતે વ્યવહાર નથી કરતા, તેનું શોષણ કરે છે, તેને પણ સજા મળવી જોઈએ.
4/4
નવી દિલ્હીઃ બોલિવૂડની ક્વીન કંગના રનૌતે વિકાસ બહેલ બાદ હવે ફરી એક વખત રિતિક રોશન પર પ્રહાર કર્યો છે. #MeToo કેમ્પેઈનને લઈને એક નિવેદનમાં કંગનાએ કહ્યું કે, પત્નીને ‘ટ્રોફી’ની જેમ રાખનાર રિતિકને સજા મળવી જોઈએ. તેની સાથે કોઈએ કામ ન કરવું જોઈએ.