શોધખોળ કરો
KBC 12: 14 વર્ષથી કેબીસીમાં આવવા પ્રયત્ન કરી રહી હતી આ મહિલા, શો દરમિયાન બિગ બીને બાંધી રાખડી
કેબીસી: કોન બનેગા કરોડપતિના ન્યૂ એપિસોડનો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. આ પ્રોમોમાં કિરણ વાજપેયી નામની મહિલા બિગ બીને રાખડી બાંધી રહી છે. કિરણ આ શોમાં આવવા માટે 14 વર્ષથી પ્રયત્ન કરી રહી હતી. પ્રોમોમાં જોવા મળે છે કે, બિગ બી, કિરણને 1 કરોડનો સવાલ પૂછી રહ્યાં છે.

કેબીસી: કોન બનેગા કરોડપતિના ન્યૂ એપિસોડનો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. આ પ્રોમોમાં કિરણ વાજપેયી નામની મહિલા બિગ બીને રાખડી બાંધી રહી છે. કિરણ આ શોમાં આવવા માટે 14 વર્ષથી પ્રયત્ન કરી રહી હતી. પ્રોમોમાં જોવા મળે છે કે, બિગ બી, કિરણને 1 કરોડનો સવાલ પૂછી રહ્યાં છે. કોન બનેગા કરોડપતિની 12મી સિઝન ચાલી રહી છે. આ સિઝન પહેલા કરતા વધુ શાનદાર રહી. 12મી સિઝનમાં ચાર મહિલા કન્ટેસ્ટેન્ટ કરોડપતિ થઇ ચૂકી છે. આવનાર એપિસોડમાં પણ કિરણને બિગ બી એક કરોડનો સવાલ પૂછતા નજર આવે છે. કેબીસીમાં આવનાર આ મહિલાનું નામ કિરણ વાજપેયી છે. કિરણ અમિતાભને તેનો ભાઇ માને છે. પ્રોમોમાં જોવા મળે છે કે, અમિતાભ બચ્ચન ઉભા થઇને કિરણ વાજપેયીનું સ્ટેજ પર સ્વાગત કરે છે. ત્યારબાદ કિરણ હોટસીટ પર બેસે છે. હોટ સીટ પર બેઠા બાદ કિરણ બિગ બીને જણાવે છે કે, ‘હું આપને ભાઇ કહી શકું’ ત્યારે બિગ બી આ માટે સહમતી આપે છે.
કેન્સરને આપી માત કેબીસીના પ્રોમોમાં કિરણના હાથમાં રાખડી જોવા મળે છે. અમિતાભ બચ્ચન કિરણ વિશે વાત કરતા જણાવે છે કે, તેમણે કેન્સરને માત આપીને જિંદગીની જંગ જીતી છે. પ્રોમોમાં અમિતાભ બચ્ચન 15મો પ્રશ્ન એક કરોડ માટે પૂછતા જોવા મળે છે. શું કિરણ એક કરોડના સવાલનો જવાબ આપી શકશે. તેનો ઉત્તર તો અપિસોડ જોયા બાદ જ મળશે. 14 વર્ષની કોશિશ રંગ લાવી નવી દુનિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કિરણે જણાવ્યું કે, “હું 14 વર્ષથી આ હોટ સીટ પર આવવા માટે રાહ જોઇ રહી હતી અને અહીં સુધી પહોંચવા માટે મેં ખૂબ મહેનત કરી છે. મેં શો માટે જીપીએસસી પરીક્ષાની તૈયારી જેટલી જ મહેનત કરી છે“View this post on Instagram
વધુ વાંચો




















