શોધખોળ કરો
Advertisement
Box Office: 'કેસરી' રંગમાં રંગાયો બોક્સ ઑફિસ, ફિલ્મને મળી વર્ષની સૌથી મોટી ઓપનિંગ
મુંબઈ: અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી છે. ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર પોતાના નામે રેકોર્ડ બનાવી લીધો છે.
ફિલ્મ ‘કેસરી’એ બોક્સ ઑફિસ પર પ્રથમ દિવસે 21.50 કરોડની કમાણી કરી લીધી છે. 21 કરોડથી વધુની કમાણી કરી અક્ષય કુમારની ‘કેસરી’ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી જણાવ્યું કે ફિલ્મે બૉક્સ ઓફિસ પર ખૂબજ શાનદાર કમાણી કરી છે. હોળીનો દિવસ હોવાથી સવારે અને બપોરે ખૂબજ ઓછા શૉ રાખવામાં આવ્યા હતા તેમ છતાં પ્રથમ દિવસે જ શાનદાર કમાણી કરી છે. ફિલ્મ આગામી દિવસોમાં વધુ કમાણી કરી શકે છે.
ફિલ્મ કેસરી એ પ્રથમ દિવસે 21.50 કરોડની કમાણી કરી લીધી છે. તેના બાદ બીજા નંબર પર ‘ગલી બોય’ (19.40 કરોડ) છે. ત્રીજા નંબરે અજય દેવગનની મલ્ટીસ્ટાર ફિલ્મ ‘ટોટલ ધમાલ’ (16.50 કરોડ) છે. આ ફિલ્મ વર્ષ 1897ના ઐતિહાસિક સારાગઢી યુદ્ધ પર આધારિત છે. જેમાં શીખ સૈનિકોએ સારાગઢી કિલ્લો બચાવવા માટે પઠાણો સામે અંતિમ શ્વાસ સુધી લડાઈ લડી હતી. આ યુદ્ધામાં 36 શીખ રેજિમેન્ટના 21 જવાનોએ 10 હજાર અફગાન સૈનિકોને ધૂળ ચટાડી દીધી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરિણિતિ ચોપડા મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મનું નિર્દેશન અનુરાગ સિંહે કર્યું છે. આ અભિનેત્રી પર દારૂડીયાઓએ કર્યો હુમલો, એક્ટ્રેસે ચપ્પલથી હુમલાખારોને ફટકાર્યા 'PM નરેંદ્ર મોદી'ના બાયોપિક પોસ્ટરમાં પોતાનું નામ જોઈ ભડક્યા જાવેદ અખ્તર, જાણો વિગત અક્ષય કુમાર-પરિણીતી ચોપરાએ જવાનો સાથે કરી હોળીની ઉજવણી, જુઓ વીડિયો#Kesari roars... Sets the BO on 🔥🔥🔥... Emerges the biggest opener of 2019 [so far]... After limited shows in morning/noon [#Holi festivities], the biz witnessed massive growth from 3 pm/4 pm onwards... Evening shows saw terrific occupancy... Thu ₹ 21.50 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) March 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement