શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અભિનંદનને લઈને PM મોદીની આ વાતથી ભડકી બોલિવૂડની આ એક્ટ્રેસ!
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નું પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે 11 દિવસ જ બાકી છે. એવામાં કોગ્રેસ અને ભાજપ સહિતની પાર્ટીઓ પોત પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. અહેવાલ છે પીએમ મોદી 51 દિવસમાં 100થી વધારે રેલી કરશે અને તે રેલીઓમાં પાકિસ્તાન પર કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈક પર વાત કરી રહ્યા છે.
આ દરમિયાન BJPએ તેના Twitter હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘જ્યારે અભિનંદનની ઘટના ઘટી હતી ત્યારે દેશના બધા રાજનૈતિક દળોએ કહેવું જોઈતું હતું કે અમને દેશની સેના પર ગર્વ છે કે તેને F16ને ધ્વસ્ત કર્યું. પરંતુ તેઓ અભિનંદન ક્યારે આવશે તેના પર વિચારવા લાગ્યા: વડાપ્રધાન મોદી.’ બીજેપીનું આ ટ્વિટ ModiSpeaksToBharat હેશટેગ સાથે હતું.
जब अभिनन्दन की घटना घटी तो देश के सभी दलों को कहना चाहिए था कि हमें देश की सेना पर गर्व है की उसने F16 मार गिराया।
उसकी बजाय ये अभिनन्दन वापस कब आएगा, इसपर चल पड़े: प्रधानमंत्री नरेन्द्र मोदी #ModiSpeaksToBharat— BJP (@BJP4India) March 29, 2019
ભાજપના આ ટ્વિટ પર બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જોકે અભિનેત્રીએ બીજેપીના આ ટ્વિટનો કોઈ ઉલ્લેખ નથી કર્યો પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેનો ઈશારો પીએમ મોદીની વાત તરફ છે. રિચા ચઢ્ઢાએ ટ્વિટ કરી કહ્યું કે, ‘આ કેવી રીતે બની શકે છે કે અમને વિંગ કમાંડર અભિનંદનની સુરક્ષિત ઘર વાપસીની ચિંતા ન હોય? આખરે કેમ તેમનો ચેહરો રાજનૈતિક બિલબોર્ડસ પર હતો….તેમનો પરિવાર છે….જે કહેવામાં આવ્યું છે તે વાસ્તવિકતાથી ઘણું દૂર છે.’ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના આ નિવેદન પર અન્ય કેટલાક લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે.How could we possibly not worry about the safe return of #WingCommanderAbhinandan ? Why was his face adoring political billboards, welcomed and paraded by political beings ? He has a family... this just make any sense. It’s the EXACT OPPOSITE of what was being said in fact. ????????
— TheRichaChadha (@RichaChadha) March 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion