શોધખોળ કરો
મેડમ તુસાદમાં લાગશે ફિલ્મ બાહુબલીના અભિનેતા પ્રભાસની પ્રતિમા

ચેન્નઈ: ‘બાહુબલી’ ફિલ્મના અભિનેતા પ્રભાસની મીણની પ્રતિમા બેંકોક સ્થિત મેડમ તુસાદ મ્યૂઝીયમમાં લગાવવામાં આવશે. પ્રભાસ પ્રથમ દક્ષિણ ભારતીય અભિનેતા છે જેમની મૂર્તિને કોઈ પ્રતિષ્ઠત મ્યૂઝીયમમાં લગાવવામાં આવશે. ફિલ્મ બાહુબલીના નિર્દેશક એસ એસ રાજમૌલીએ આ માહિતી ટ્વિટર પર શેર કરી હતી. રાજમૌલીએ કહ્યું માર્ચ 2017માં બેંકોકમાં મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર દુનિયામાં ફેરવવામાં આવશે. તેલુગૂ અભિનેતા પ્રભાસે 2002માં ‘ઈશ્વર’ ફિલ્મથી સિનેમાંની શરૂઆત કરી હતી. મેડમ તુસાદમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, કરિના કપૂર, એશ્ર્વર્યા રાય, માધુરી દિક્ષીત જેવા દિગ્ગજ કલાકારોની મીણની પ્રતિમાં રાખવામાં આવી છે.
વધુ વાંચો





















