શોધખોળ કરો
સુશાંત આત્મહત્યા કેસ પર મહારાષ્ટ્ર સરકારનો મોટો આદેશ, હવે આ આ એંગલથી પણ તપાસ કરશે પોલીસ
મહારાષ્ટ્ર ગૃહ મંત્રીએ કહ્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સુશાંત સિંહ રાજપૂતને ખુદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ શોકમાં છે. સુશાંતે રવિવારે પોતાના બાંદ્રા સ્થિત ઘરે ફાંસી લગાવી લીધી હતી. જોકે હજુ સુધી તેનું કારણ સ્પષ્ટ થયું નથી કે આખરે સુશાંતે આવું શા માટે કર્યું. હવે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ માટે મોટો નિર્ણય કર્યો છે. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ઠ છે કે તેણે ખુદ ફાંસી લગાવી હતી. એવામાં હવે બધા તેના કારણ પર વાત કરી રહ્યા છે કે આખરે સુશાંતે આવું શા માટે કર્યું. બીજી બાજુ ઘણાં લોકો પ્રોફેશનલ કારણોની વાત કરી રહ્યા છે કો કોઈ તેની લવ લાઇફ પર સવાલ ઉભા કરી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કલાકારોની એ વાતને ધ્યાનમાં રાખતા સુશાંત સિંહ રાજપૂતની પોલીસ તપાસ આગળ વધારવાના આદેશ આપ્યા છે અને દરેક મુદ્દાની ઝીણવટથી તપાસ કરવાની વાત કહી છે.
મહારાષ્ટ્ર ગૃહ મંત્રીએ કહ્યું, ‘પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સુશાંત સિંહ રાજપૂતને ખુદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જ્યારે મીડિયામાં ચાલી રહેલ રિપોર્ટ અનુસાર તે પોતાના કામને લઈને ગંભીર ડીપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા. માટે મુંબઈ પોલીસ આ એંગલથી પણ તપાસ કરશે.’ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ટેલિવિઝન વિશ્વનો ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો. 2008થી 2011ની વચ્ચે, તેણે “કિસ દેશ મેં હૈ મેરા દિલ, જરા નચકે દિખા, ઝલક દિખલા જા” અને સૌથી પ્રખ્યાત ટીવી શો “પવિત્ર રિશ્તા ” માં કામ કર્યું. પછી તે ખૂબ જ ઝડપથી ઉભરી આવ્યો હતો અને ફિલ્મોમાં તેને તક મળી હતી.While the post mortem report says actor Sushant Singh Rajput committed suicide by hanging himself, there are media reports that he allegedly suffered from clinical depression because of professional rivalry. Mumbai Police will probe this angle too: Maharashtra Home Minister pic.twitter.com/beT3s3PQkk
— ANI (@ANI) June 15, 2020
વધુ વાંચો





















