![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મહેશ ભટ્ટ નથી ઇચ્છતા કે દીકરી આલિયાના લગ્ન થાય, આ પ્રકારનું કારણ આવ્યું સામે
બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટના રણબીર કપૂર સાથે લગ્નની ચર્ચા જોરશોથી ચાલી રહી છે પરંતુ આ સમય દરમિયાન એક હકીકત સામે આવી છે. હકીકત એ છે કે, મહેશ ભટ્ટ નથી ઇચ્છતા કે તેમની દીકરી આલિયાના લગ્ન થાય. કારણ શું છે જાણીએ.
![મહેશ ભટ્ટ નથી ઇચ્છતા કે દીકરી આલિયાના લગ્ન થાય, આ પ્રકારનું કારણ આવ્યું સામે Mahesh bhatt does not want to let his daughter alia bhatt marry મહેશ ભટ્ટ નથી ઇચ્છતા કે દીકરી આલિયાના લગ્ન થાય, આ પ્રકારનું કારણ આવ્યું સામે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/20/595d2b970859c5dad6a6910d4effd48b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટને લઇને તેમના પિતા મહેશ ભટ્ટ ખૂબ પઝેસિવ છે. તે નથી ઇચ્છતા કે, તેમના લગ્ન આટલા જલ્દી થઇ જાય અને તે સાસરે જતી રહે. એક ઇન્ટરવ્યુ દરમિયાન આલિયાએ કહ્યું હતું કે, લગ્નની વાત કરૂં તો પિતા મહેશભટ્ટ બાથરૂમમાં બંધ કરી દેવાની ધમકી આપે છે.
હાલ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. એવામાં પિતાની ભાવનાઓ સામે આવી છે. મહેશ ભટ્ટ આલિયાના તેમની આંખોથી દૂર જવા દેવા નથી માંગતા.
આલિયાએ એક ઇન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે,”મારા પિતાનું ચાલે તો તે મારા લગ્ન ક્યારેય ન થવા દે. તેમને ડર છે કે, લગ્ન બાદ હું તેમનાથી દૂર થઇ જઇશ, લગ્નની વાત આવે તો તે મને બાથરૂમમાં બંધ કરી દેવાની ધમકી પણ આપે છે જો કે આ તેનો પ્રેમ છે. તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને મને તેની આંખોથી દૂર રહેવા દેવા નહીં માંગતા”
આલિયા ભટ્ટે મનાવ્યો હતો તેમનો 28મો બર્થ ડે
આલિયા ભટ્ટે હાલ થોડા દિવસ પહેલા જ તેમનો 28મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. બર્થ ડે પાર્ટી કરણ જોહરે આપી હતી. નાઇટ પાર્ટીમાં દીપિકા પાદુકોણ,અર્જુન કપૂર, મલાઇકા અરોડા, અયાન મુખર્જી, સહિતને સેલેબ્સ પહોંચ્યા હતા, જો કે તેમનો બોયફ્રેન્ડ રણબીર કપૂર ન હતો હાજર રહી શક્યો. કારણ કે તે કોરોના પોઝિટિવ હોવાથી હોમ ક્વોરોન્ટાઇન છે.
આલિયા ભટ્ટ RRRમાં જોવા મળશે. આ ફિલ્મનો આલિયા ભટ્ટનો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો. આલિયા સીતાના લૂકમાં જોવા મળે છે. આ ફિલ્મનો લોકોને ઇંતેજાર છે. ફિલ્મ બાહુબલી ફેમ એસએસ રાજમૌલી ડાયરેક્ટ કરી રહ્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)