Miss Universe India 2025:રાજસ્થાનની મનિકા વિશ્વકર્મા બની મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025
Miss Universe India 2025: રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ 48 સ્પર્ધકોને પાછળ છોડીને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ જીત્યો છે. હવે તે વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Miss Universe India 2025:રાજસ્થાનની મણિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 બની છે, તેમણે સોમવાર, 18 ઓગસ્ટના રોજ આ પ્રતિષ્ઠિત તાજ જીત્યો હતો. આ ખિતાબ માટે દેશભરમાંથી 48 સ્પર્ધકોએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેમની વચ્ચેની કઠિન સ્પર્ધા પછી, રાજસ્થાનની મણિકા વિશ્વકર્મા જીતી ગઈ અને ભારતનું ગૌરવ વધાર્યું છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશની તાન્યા શર્મા ફર્સ્ટ રનર-અપ, હરિયાણાની મહેક ઢીંગરા સેકન્ડ રનર-અપ અને અમિષી કૌશિક થર્ડ રનર-અપ રહી.
મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીત્યો
રાજસ્થાનના જયપુરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં મનિકા વિશ્વકર્માને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેરાવવામાં આવ્યો. આ ભવ્ય કાર્યક્રમમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 રિયા સિંઘાએ તેમના અનુગામીને તાજ પહેરાવ્યો. જ્યુરી સભ્યોમાં મિસ યુનિવર્સ ઈન્ડિયાના માલિક નિખિલ આનંદ, બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા, પ્રખ્યાત બોલિવૂડ સ્ટાઇલિસ્ટ એસ્લે રોબેલો, બોલિવૂડના પ્રખ્યાત લેખક-દિગ્દર્શક ફરહાદ સામજી જેવા લોકપ્રિય નામોનો સમાવેશ થતો હતો.
View this post on Instagram
શોની શરૂઆત એક ધમાકેદાર ડાન્સ ગીતથી થઈ જેમાં બધા સ્પર્ધકોએ ભાગ લીધો. આ પછી સ્પર્ધકોએ પોતાનો પરિચય આપ્યો, સ્પર્ધાનો આગળનો તબક્કો સ્વિમસ્યુટ રાઉન્ડ હતો, જેમાં સ્પર્ધકોએ પોતાની ફિટનેસ અને આત્મવિશ્વાસ દર્શાવ્યો. ઇવનિંગ ગાઉન રાઉન્ડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. મિસ યુનિવર્સ ઇન્ડિયાના પબ્લિક રિલેશન્સ ઓફિસર સર્વેશ કશ્યપે જણાવ્યું હતું કે, ટોપ 20 પછી, સ્વિમસ્યુટ રાઉન્ડ દરમિયાન, ટોપ 11 સ્પર્ધકોએ અંતિમ પ્રશ્ન-જવાબ રાઉન્ડમાં પોતાની બુદ્ધિમત્તા અને આત્મવિશ્વાસથી જ્યુરીના દિલ જીતી લીધા. અંતે મણિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 તરીકે તાજ પહેરાવવામાં આવ્યો.
મિસ યુનિવર્સ 2025 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
માનિકા હવે 21 નવેમ્બર 2025 ના રોજ થાઇલેન્ડના નોન્થાબુરીમાં પેક ક્રેટના ઇમ્પેક્ટ ચેલેન્જર હોલ ખાતે યોજાનારી મિસ યુનિવર્સ 2025 સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.





















