ત્યાર બાદ તેણે તેને આલ્કોહોલ આપ્યું હતું અને તેના અંગે લખેલી કેટલીક નોટ્સ બતાવી હતી. ત્યાર બાદ અભિનેત્રીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેની સાથે જ બેન્નટને અસંખ્ય ફોટા ખેંચવા માટે પણ જણાવ્યું હતું.
2/7
અર્જેન્ટોના વકીલે આ રકમ અંગે જણાવ્યું કે, તેનાથી બેન્નટને મદદ મળશે. તેમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, 2013માં એ હોટલમાં શું થયું હતું? વિગતો પ્રમાણે અર્જેન્ટોએ એ દિવસે હોટલમાં ઉપસ્થિત બેન્નટના પરિજનોને જતા રહેવા કહ્યું હતું અને તેની સાથે કેટલોક સમય એકાંતમાં પસાર કરવા માટે આગ્રહ કર્યો હતો.
3/7
ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, અર્જેન્ટોએ પૂર્વ બાળ કલાકાર-સંગીતકાર જિમ્મી બેન્નટ સાથે 3,80,000 ડોલરમાં સમાધાન કર્યું છે. આ રકમ દોઢ વર્ષના સમયગાળામાં ચૂકવવામાં આવશે. બાળ કલાકારે દાવો કર્યો હતો કે, 2013માં કેલિફોર્નિયાની એક હોટલના રૂમમાં 37 વર્ષની અભિનેત્રીએ તેનું એ સમયે જાતીય શોષણ કર્યું હતું જ્યારે તેની ઉંમર 17 વર્ષથી થોડી વધારે હતા, પંરતુ હજુ તેના 18 વર્ષ પૂરા થયા ન હતા. એટલે કે, જ્યારે તેનું જાતીય શોષણ થયું ત્યારે તેની ઉંમર 18 વર્ષની ન હતી. એટલે કે, જ્યારે તેનું યૌન શોષણ થયું ત્યારે તે નિયમ પ્રમાણે પુખ્ત ન હતો.
4/7
નોંધનીય છે કે, ગયા વર્ષે હોલિવુડના દિગ્ગજ હાર્વે વાઈન્સ્ટીન સામે #Me Too અભિયાનની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલાં જે 13 મહિલાઓએ તેમના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો, તેમાં અર્જેન્ટો પણ સામેલ હતી. આ અગાઉ એશિયા અર્જેન્ટો તાજેતરમાં જ એ સમયે ઓનલાઈન ટ્રોલ થઈ હતી જ્યારે તેને બોયફ્રેન્ડ અને સેલિબ્રિટી શેફ એન્થોની બોર્ડેને આત્મહત્યા કરી હતી.
5/7
ઉલ્લેખનીય છે કે, પૂર્વ બાળ કલાકારે ગયા વર્ષે અભિનેત્રી પર આરોપ લગાવ્યો હતો કે એ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે આ અભિનેત્રીએ તેનું જાતીય શોષણ કર્યું હતું.
6/7
“મી ટૂ અભિયાન” (#Me Too) જબરદસ્ત ફેવર કરનારી હૉલીવુડ એભિનત્રી એશિયા અર્જેન્ટોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેનું એક પૂર્વ બાળ કલાકાર સાથે સમાધાન થઈ ગયું છે, જેને તેના ઉપર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.
7/7
નવી દિલ્હીઃ એક્ટ્રેસ અને એક્ટર પર લાગતા યૌન શોષણના આરોપોમાં વધુ એક નામ સામે આવ્યુ છે એક્ટ્રેસ એશિયા અર્જેન્ટોનું. એશિયા અર્જેન્ટો પર પૂર્વ બાળ કલાકાર સાથે યૌન શોષણ કર્યા હોવાનો આરોપ છે. જોકે, હવે વાત તેની સાથે સમાધાન થઇ ગયું હોવાની છે. એશિયા અર્જેન્ટો જાણીતી ઇટાલિયન એક્ટ્રેસ, ડાયરેક્ટર અને મૉડલ છે.