શોધખોળ કરો
રેપનાં કેસમાં કયા TV અભિનેતાની કરાઈ ધરપકડ, જાણો યુવતીને કેવી રીતે ફસાવી
મુંબઇનાં ઓશિવારા વિસ્તારમાં ટીવી એક્ટર કરન સિંહ ઓબેરોય વિરૂદ્ધ એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યાર બાદ અભિનેતા કરન સિંહની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈ: મુંબઇનાં ઓશિવારા વિસ્તારમાં ટીવી એક્ટર કરન સિંહ ઓબેરોય વિરૂદ્ધ એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યાર બાદ અભિનેતા કરન સિંહની ધરપકડ કરવામાં આવી છે. જે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે તે મહિલા જ્યોતિષી છે. મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે, કરણે કથિત રૂપથી રેપનો વીડિયો બનાવ્યો છે અને તેને વારંવાર બ્લેકમેલ કરે છે. તેની પાસે પૈસા માંગે છે. પોલીસે આરોપી એક્ટર વિરૂદ્ધ રેપ અને એક્સટોર્શનનો મામલો દાખલ કરીને તેનાં વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ઓક્ટોબર 2016માં એક ડેટિંગ એપ્લિકેશન દ્વારા બંનેની મુલાકાત થઈ હતી. ત્યાર બાદ તેઓ સારા મિત્રો બન્યા હતાં. પીડિતાએ જણાવ્યું હતું કે, એક દિવસ આરોપીએ તેનાં ફ્લેટ પર તેને મળવા બોલાવી હતી જ્યાં લાગ્નનો વાયદો કર્યો હતો. ત્યાર બાદ આરોપીએ પીડિતાને નારિયલ પાણી પીવડાવ્યું હતું અને ત્યાર બાદ તેને ચક્કર આવવા લાગ્યાં હતાં. પીડિતાએ એવો દાવો કર્યો છે કે, આરોપીએ તેનો રેપ કર્યો હતો અને મોબાઇલ પર તેનો વીડિયો પણ બનાવ્યો હતો. પીડિતા કહે હતું કે, આ વીડિયો દ્વારા કરન તેને વારંવાર બ્લેકમેલ કરતો હતો અને પૈસા લેતો હતો. તેમ છતાં હું તેને લગ્ન અંગે પુછતી પણ તે દર વખતે આ વાત નજર અંદાજ કરી દેતો હતો અને વધુ પૈસા માંગતો હતો. થોડા દિવસ પહેલાં જ્યારે મેં તેને લગ્ન અંગે પૂછ્યું તો તેણે મને ધમકી આપી કે તારાથી થાય તે કરી લે. ત્યાર બાદ પીડિત મહિલાએ એક્ટર વિરૂદ્ધ રેપ અને એક્સટોર્શનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.Mumbai:TV Actor Karan Oberoi arrested by police in connection with an alleged rape case. More details awaited.
— ANI (@ANI) May 6, 2019
વધુ વાંચો





















