શોધખોળ કરો
મુંબઈ પોલીસે હાઈકોર્ટમાં કહ્યું- કદાચ સુશાંત રાજપૂતની માનસિક સ્થિતિ બહેનો દ્વારા આપવામાં આવેલી દવાથી બગડી
સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસે બોમ્બે હાઈકોર્ટમાં દાવો કર્યો છે, જેમાં સુશાંતની બહેનોએ આપેલી દવાને કારણે સુશાંતની માનસિક સ્થિતિ બગડવાની શક્યતા વ્યક્ત કરી છે.

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસે બોમ્બે હાઈકોર્ટમાં દાવો કર્યો છે, જેમાં સુશાંતની બહેનોએ આપેલી દવાને કારણે સુશાંતની માનસિક સ્થિતિ બગડવાની શક્યતા વ્યક્ત કરી છે. મુંબઈ પોલીસે હાઈકોર્ટમાં સુશાંતની બહેનો વિરુદ્ધ રિયા ચક્રવર્તી દ્વારા દાખલ કરવામાં આવેલા અહેવાલની સુનાવણી દરમિયાન આ દાવો કર્યો હતો.
બાંદ્રા પોલીસના નિરીક્ષક નિખિલ કાપસેએ સોગંધનામું દાખલ કરી કહ્યું કે પોલીસ કોઈપણ અરજીકર્તાની અથવા મૃતકની છબીને ખરાબ નથી કરી રહી. સોગંધનામામાં તપાસ વગર દવાઓના પ્રિસ્ક્રીપ્શનનો ઉલ્લેખ છે. એફિડેવિટ મુજબ મુંબઈ પોલીસે કહ્યું કે 'કદાચ સુશાંત સિંહ રાજપૂતની માનસિક હાલત બહેનો દ્વારા આપવામાં આવેલી દવાના કારણે બગડી.'
સુશાંત, પ્રિયંકા સિંહ અને મિતુ સિંહની બહેનોએ રિયા ચક્રવર્તી દ્વારા દાખલ કરવામાં આવેલા પોલીસ રિપોર્ટને રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં મુંબઈ પોલીસે સોમવારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુશાંતની બહેનો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં રિયાએ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન અને સુશાંત પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ કેસની જાણ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
સોગંધનામામાં દાવો કરવામાં આવ્યો છે કે ફરિયાદકર્તા અનુસાર, અરજીકર્તાએ દિલ્હીના એક ડૉક્ટરની મદદથી ફર્જી મેડિકલ પર્ચી બનાવી જેમાં રાજપૂતને ઘબરાહટ દૂર કરવાવાળી દવાઓ આપવાની વાત કરી હતી.
જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રાથિક ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે કોર્ટના આદેશ અનુસાર પ્રાથમિક તપાસના પ્રાસંગિત દસ્તાવેજ સીબીઆઈે મોકલ્યા છે.
પોલીસે સીબીઆઈના એ વલણનો વિરોધ કર્યો કે તેણે આ જ કેસમાં એફઆઈઆર નોંધવી ન જોઈએ, જેની કેંદ્રિય એજન્સી પહેલાથી તપાસ કરી રહી છે. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, "સીબીઆઈ જે કેસની તપાસ કરી રહી છે તે બિહારમાં મૃતકના પિતા દ્વારા દાખલ કરવામાં આવી હતી."
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
સુરત
ક્રિકેટ
Advertisement