શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ એક્ટરે મોદીને ગણાવ્યા ચમત્કારિક નેતા, રાહુલ ગાંધી માટે કહી આ વાત
પત્રકારો સાથેની વાતચીતમાં રજનીકાંતે કહ્યું કે, આ જીત મોદીની જીત છે. ભારતમાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી તેમજ નહેરૂ પછી મોદી જ કરિશ્માઈ નેતા છે.
ચેન્નઈઃ તમિલ સુપરસ્ટાર રજનીકાંતે મંગળવારે પીએમ મોદીને જવાહરલાલ નેહરુ અને રાજીવ ગાંધી જેવા ચમત્કારિક નેતા ગણાવતા લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય તેમના નેતૃત્વને આપ્યું છે. તેમણે એ પણ કહ્યું કે, કોંગ્રેસ, અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસની કારમી હાર બાદ રાજીનામું આપવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, તે યુવા છે અને કદાચ તેમને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મદદ ન મળી.
પત્રકારો સાથેની વાતચીતમાં રજનીકાંતે કહ્યું કે, આ જીત મોદીની જીત છે. ભારતમાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી તેમજ નહેરૂ પછી મોદી જ કરિશ્માઈ નેતા છે. આખા દેશમાં મોદી લહેર છે.
રજનીકાંતે 2017માં રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. પણ હજી સુધી રાજકારણમાં જોડાયા નથી. રજનીકાંતે રાહુલને રાજીનામું નહીં આપવા અનુરોધ કર્યો હતો. રાહુલે સાબિત કરવું જોઈએ કે તેઓ કંઈક કરી શકે છે. લોકશાહીમાં વિપક્ષો મજબૂત હોવા જોઈએ. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓએ કોઈ મહેનત કરી નથી. મેં રાહુલમાં નેતૃત્વનો અભાવ છે તેવું નથી કહ્યું પણ કોંગ્રેસને હેન્ડલ કરવાનું તેમના માટે મુશ્કેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement