Black Panther Wakanda Forever: બ્લેક પેન્થર ફિલ્મના ટિઝરમાં જોવા મળ્યા નીરજ ચોપરા, જુઓ વીડિયો
સ્ટાર ઈન્ડિયન જેવલિન થ્રો એથ્લેટ નીરજ ચોપરા સતત ચર્ચામાં રહે છે
Black Panther Wakanda Forever: સ્ટાર ઈન્ડિયન જેવલિન થ્રો એથ્લેટ નીરજ ચોપરા સતત ચર્ચામાં રહે છે. પોતાની રમતને લઈને ચર્ચામાં રહેનાર નીરજ આ વખતે અન્ય કારણથી ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં નીરજ માર્વેલની આગામી ફિલ્મ બ્લેક પેન્થરના ટીઝરમાં જોવા મળ્યો છે. નીરજે પોતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
Khel ho ya jung, jitega wohi jiska nishana kabhi chukey nahi.
— Neeraj Chopra (@Neeraj_chopra1) October 28, 2022
Kabhi desh ke liye.. kabhi khud ke liye.. iss baar javelin utha raha hu Black Panther ke liye.
November 11. Don’t miss the action. #WakandaForever@Marvel_India pic.twitter.com/4SJ3BuyuEm
વીડિયો શેર કરતા તેણે લખ્યું હતું કે "ગેમ હોય કે યુદ્ધ, જે ક્યારેય લક્ષ્યને ચૂકતો નથી. ક્યારેક દેશ માટે, ક્યારેક મારા માટે. આ વખતે હું બ્લેક પેન્થર માટે ભાલો ઉપાડી રહ્યો છું. 11 નવેમ્બર. એક્શન મિસ મત કરના."
ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ સતત કંપનીઓની પસંદ રહ્યો છે. હાલમાં, તે ઘણી બ્રાન્ડ્સની જાહેરાત કરી રહ્યો છે અને ટીવી પર દેખાતો રહે છે. આ પહેલીવાર છે જ્યારે તે કોઈ ફિલ્મ સાથે જોડાયેલો જોવા મળે છે. આ ટિઝરમાં નીરજને પણ જેવલિન સાથે બતાવવામાં આવ્યો છે અને તેણે જેવલિન થ્રો કર્યો હતો.
નીરજે ઓલિમ્પિક ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો
નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો. જેવલિન થ્રોમાં ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર તે એશિયાનો પ્રથમ એથ્લેટ છે. તેણે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો છે.
Happy Birthday Aditi Rao Hydari: 21ની ઉંમરે લગ્ન અને 25માં તલાક, આવી રહી છે અદિતિ રાવ હૈદરીની લવલાઇફ
Birthday Special: 'દિલ્લી 6 (Delhi-6)' થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Hindi Film Industry) પગ મુકનારી અદિતિ રાવ હૈદરીનુ નામ એવા કલાકારોના લિસ્ટમાં સામેલ છે, જે રૉયલ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. જોકે, દિલ્લી 6થી પહેલા અદિતિ રાવ હૈદરી મલયાલમ ફિલ્મ 'પ્રજાપતિ (Prajapathi)' સાથે પોતાની ફિલ્મી કેરિયર (Career) ની શરૂઆત કરી ચૂકી હતી. આજે આ સુંદર એક્ટ્રેસ પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહી છે. અદિતિ રાવ હૈદરીના બર્થડે પ્રસંગે જાણો તેના ખાસ દિલચસ્પ રહસ્યો વિશે