શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ એક્ટ્રેસે બોલિવૂડ છોડવા પાછળ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- થયો છે અશ્લીલ અનુભવ
જોકે, નીરૂએ કોઇનું પણ નામ લીધુ ન હતું. તેણે વધુમાં કહ્યું કે, હું એવું નથી કહી રહી કે ઇન્ડસ્ટ્રીમાં આવું કામ જ થાય છે.
નવી દિલ્હીઃ પંજાબી ફિલ્મની જાણીતી એક્ટ્રેસ નીરૂ બાજવા ફરી એક વખત ચર્ચામાં છે. તે શાડા ફિલ્મમાં દિલજીત દોસાંઝ સાથે જોવા મળશે. હાલમાં તે પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે વર્ષ 1998માં દેવ આનંદની ફિલ્મ સોલહ બરસથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ બોલિવૂડમાં તે લાંબા સમય સુધી ટકી નહીં. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે બોલિવૂડ છોડવા માટેના કારણો ખુલાસો કર્યો છે.
હાલમાં એક ઇન્ટરવ્યૂં દરમિયાન નીરૂને પુછવામાં આવ્યું કે, તે બોલિવૂડમાં આગળ આપની કિસ્મત કેમ નથી અજમાવી, તેનાં પર નીરૂએ કહ્યું કે, મે હિન્દી ફિલ્મોને લઇને થતી મીટિંગમાં ઘણાં ખરાબ અને અશ્લિલ અનુભવ થયા છે. તેણે ઉમેર્યુ કે, 'અહીં જો રહેવું હોય તો આપે તે કરવું પડે છે.' હું તેનાંથી હચમચી ગઇ હતી. અને ખુબજ અસહજ થઇ ગઇ હતી.
જોકે, નીરૂએ કોઇનું પણ નામ લીધુ ન હતું. તેણે વધુમાં કહ્યું કે, હું એવું નથી કહી રહી કે ઇન્ડસ્ટ્રીમાં આવું કામ જ થાય છે. પણ હું તે અભાગી એક્ટ્રેસમાંથી એક છું જેને આવાં કડવાં અનુભવમાંથી પસાર થવું પડ્યું. તે બાદથી હું બોલિવૂડમાં કિસ્મત અજમાવવાં આવી શકી નથી. હું હવે પંજાબી સિનેમામાં મારા યોગદાનથી ખુશ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion