શોધખોળ કરો
ઓનલાઇન શોપિંગને લઈને શાહરૂખ ખાને કહ્યું- શાકભાજી તો ઠીક પરંતુ અંડરવિયર....
ઇવેન્ટમાં શાહરૂખ ખાને પોતાની ઓનલાઈન શોપિંગ સાથે જોડાયેલ કેટલાક સીક્રેટ્સ પણ શેર કર્યા.

મુંબઈઃ એમેઝોન ગ્લોબલના સીઈઓ જેફ બેઝોસ હાલમાં ભારતમાં છે. આ દરમિયાન જેફે દેશની અનેક મોટી હસ્તીઓ સાથે મુલાકાત કરી. આ લિસ્ટમાં બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન પણ સામેલ છે. હાલમાં જ જેફના સ્વાગતમાં એમેઝોન તરફતી એક ઇવેન્ટ હોસ્ટ કરવામાં આવી જેમાં ફિલ્મ ઉદ્યોગના અનેક જાણીતા ચહેરા પહોંચ્યા હતા. સ્ટારડમથી ભરેલ આ સાંજે શાહરૂખ કાન હોસ્ટ કરતા જોવા મળ્યા અને ફરી એક વખત પોતાના મજાકીયા અંદાજમાં જોવા મળ્યા. ઇવેન્ટમાં શાહરૂખ ખાને પોતાની ઓનલાઈન શોપિંગ સાથે જોડાયેલ કેટલાક સીક્રેટ્સ પણ શેર કર્યા. સુપરસ્ટાર શાહરૂખ ખાનનું કહેવું છે કે, તે અંડરવિયર ખરીદવા માટે ઓનલાઈન ઓર્ડર કરવામાં ખચકાટ થાય છે. . શાહરૂખે કહ્યું, ‘હું મારા તમામ પુસ્તકોની ખરીદી એમેઝોનથી કરું છું. કરિયાણાનો સામાન બિગ બાસ્કેટથી મગાવુ છું. મારે એક વાત સ્વીકરવી છે કે...હું હજુ પણ અંડરવિયરની ખરીદી ઓનલાઈન કરવામાં ખચટાક અનુભવું છું.....’ તેમણે એ પણ કહ્યું કે, તેમને લાગે છે કે ઉંઘવું એ સમય વેડફવા જેવું છે અને માટે તે વધું ઉંઘવાનું પસંદ નથી કરતા. એટલું જ નહીં આ ઈવેન્ટમાં શારૂખે જેફ પાસે બોલિવૂડના ડાયલોગ પણ બોલાવડાવ્યા. આ દરમિયાનનો વીડિયો રિતેશ દેશમુખે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શાહરૂખ, જેફ પાસે પોતાની ફિલ્મ ડોનના સુપરહિટ ડાયલોગ બોલાવડાવે છે. તેમાં જેફ બોલે છે કે, ‘જેફ કો પકડના મુશ્કિલ હી નહી નામમુમકીન હૈ.’.@JeffBezos & @iamsrk - don ko pakadna mushkil hi nahin impossible hai!!! pic.twitter.com/mFlrSfXA56
— Riteish Deshmukh (@Riteishd) January 16, 2020
વધુ વાંચો





















